GovernmentInfrastructureNEWS

વડાપ્રધાન મોદીએ, 341 કિમી લાંબા પૂર્વાંચલ એક્સપ્રેસ વેને ખુલ્લો મુક્યો.

PM Modi inaugurates Purvanchal Expressway in UP today.

વડાપ્રધાન મોદીએ આજે યુપીને પૂર્વાંચલ એક્સપ્રેસ વેની ભેટ આપતાં 341 કિમી લાંબા આ એક્સપ્રેસવેને ખુલ્લો મૂક્યો હતો. આ એક્સપ્રેસ વેને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવા માટે પીએમ મોદી વાયુસેનાના કદાવર પ્લેન હરક્યુલિસમાં આવ્યા હતા અને તેમનું પ્લેન આ જ એક્સપ્રેસ વે પર લેન્ડ થયું હતું. આ સાથે જ 45 મિનિટનો એર શો પણ યોજાયો હતો. જેમાં ભારતીય વાયુસેનાએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ એક્સપ્રેસ વે લખનૌથી થઈને બારાબંકી, ફૈજાબાદ, આંબેડકરનગર, અમેઠી, સુલ્તાનપુર, આજમગઢ, મઉ અને ગાજીપુરથી પસાર થશે. આ એક્સપ્રેસ વે મારફત દિલ્લીથી યૂપીની પૂર્વ સરહદ સુધી માત્ર 10 કલાકની અંદર પહોંચી શકાય છે.

યુપી સરકારના ગૃહ વિભાગના એડિ. મુખ્ય સચિવ અવનીશ અવસ્થીના જણાવ્યા પ્રમાણે જુલાઈ 2018માં શિલાન્યાસ કરવામાં આવ્યા બાદ પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું કામ 36 મહિનામાં પૂરું કરવામાં આવ્યું છે. મહત્વું છે કે આ દરમિયાન કોરોના મહામારી આવવા છતાં એક્સપ્રેસ વે બનાવવાનો સમય અને બજેટમાં વધારો કરવાની જરુર નહોતી પડી. આ એક્સપ્રેસ વે પર 3.2 કિમી લાંબી એર સ્ટ્રિપનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જે સ્ટ્રેટજીક રીતે પણ ખૂબ જ મહત્વની છે કેમ કે અહીંથી ચીનની સરહદ માત્ર 600 કિમી દૂર છે.

આ પ્રસંગે રાજ્યના સીએમ યોગી આદીત્ય નાથે કહ્યું કે રાજ્યમાં 9 એરપોર્ટ પૂર્ણ રીતે ફંક્શનલ છે અને 11 નવા એરપોર્ટ્સ બની રહ્યા છે. આ નવા ભારતનું ઉત્તર પ્રદેશ છે. તો, પીએમ મોદીએ કહ્યું કે યોગીરાજમાં પરિવારવાદ કે જાતીવાદ નથી. આ સરકારમાં સબકા સાથ સબકા વિકાસની નીતિ છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close