કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, ગોતાથી સોલા સાયન્સ સિટી ફ્લાયઓવર સુધીનો એલિવેટેડ બ્રીજનું કર્યું લોકાર્પણ.
Union Home Minister Amit Shah inaugurated Gota- Sola Science city flyover bridge in Ahmedabad.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગોતાથી સોલા સાયન્સ સિટી ફ્લાયઓવર સુધીના એલિવેટેડ કોરિડોરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું. 170 કરોડના ખર્ચે તૈયાર થયેલા 2.36 કિલોમીટર લાંબો આ એલીવેટેડ કોરીડોર કાર્યરત થવાથી અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત રોડ જંકશનોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સંસદીય મતક્ષેત્રમાં આવતા એસ.જી. હાઈવે પર નિર્મિત આ એલિવેટેડ કોરીડોરથી સોલા ભાગવત, કારગીલ પેટ્રોલ પંપ, જનતા નગર અને ઝાયડસ એમ મહત્વના ચાર રોડ જંકશનને સીધો લાભ થશે. આ રીતે દિવાળીના પાવન પર્વની પૂર્વે રાજ્યની જનતાને વિકાસલક્ષી ભેટ આપી છે.


4.18 કીમી લંબાઈનો ફ્લાયઓવર કાર્યરત
થલતેજ અન્ડરપાસથી સોલા રેલ્વે પુલ સુધી 1.48 કી.મી. લાંબો ફ્લાયઓવર 27 જૂનથી કાર્યરત છે, હવે તૈયાર થયેલા 2.36કિમી લંબાઇના ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સ સીટી બોક્સ સુધીના એલિવેટેડ કોરીડોરને પરીણામે સળંગ 4.18 કીમી લંબાઇનો ફ્લાયઓવર કાર્યરત થયો. આ ફ્લાય ઓવર કાર્યરત થવાથી ગુજરાત હાઇકોર્ટ અને સોલા-સિવિલ હોસ્પિટલ જેવી મહત્વની સંસ્થાઓમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી આવતી સામાન્ય જનતાને આ એલિવેટેડ કોરીડોરથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 147 પર સરળ અને ઝડપી પરીવહનની સુવિધા મળશે.
વાહન ચાલકોમાં આનંદો.

ગોતા પરનો બ્રિજ ખુલ્લો મુકતા બ્રીજ પરથી પ્રસાર થતા લોકો અને વાહનચાલકો આનંદો છવાઈ ગયો છે. આ બ્રીજ બની જવાથી વાહન ચાલકોને મોટી રાહત મળી છે.
હવે 45 નહીં, માત્ર 20થી 25 મિનિટમાં અમદાવાદથી ગાંધીનગર

અમદાવાદ-ગાંધીનગરને જોડવા એસજી હાઈવે પર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા અમદાવાદમાં સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે. 7 પૈકી 6 ફલાઇ-ઓવર હવે ધમધમતા થઈ ગયા છે. જેથી અમદાવાદથી ગાંધીનગર સુધીનો જવાનો સમય 45 મિનિટથી ઓછો થઈને 20થી 25 મિનિટનો થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
13 Comments