GovernmentInfrastructureNEWS

વાગડ ઈન્ફ્રાપ્રોજેક્ટે પ્રા.લિ., રેલ્વે લૉજેસ્ટિક સર્વિસ દ્વારા ઈક્વિપમેન્ટનો જથ્થાનું પરિવહન કર્યું, અન્ય કંપનીઓ માટે પ્રેરણારુપ.

Wagad Infraprojects Pvt. Ltd., transported a huge quantity of equipment by railway logistics service, inspiring other companies.

ઈન્ડિયન રેલ્વેના લૉજેસ્ટિક કાર્ગો સર્વિસનો ઉપયોગ કરીને, વાગડ ઈન્ફ્રાપ્રોજેક્ટસ્ પ્રા.લિએ., ડાયાફોર્મ વૉલ નિર્માંણ કરવાની હેવી મશીનરી અને કંસ્ટ્રક્શન ઈક્વિપમેન્ટના જથ્થાને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પરિવહન કરાવીને, દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્રથમ વખત આ રીતે, જથ્થાબંધ ઈક્વિપમેન્ટનું પરિવહનમાં વાગડ ઈન્ફ્રાપ્રોજેક્ટસ્એ દેશમાં પોતાનું નામ અંકિત કર્યું છે.

વાગડ ઈન્ફ્રાપ્રોજેક્ટે, પોતાના ઈક્વિપમેન્ટ રેલ્વે લૉજેસ્ટિક કાર્ગો સર્વિસ દ્વારા મધ્યપ્રદેશના જબલપુરથી કેરળના કાલિકટ સુધી મોકલ્યા હતા. આવા ઉમદા કામની નોંધ કેન્દ્રીય રેલ્વે વિભાગે પણ લીધી છે. આ અંગે વાગડ ઈન્ફ્રાપ્રોજેક્ટસના એમડી અંદેશ જૈન જણાવે છેકે, ભારતમાલા અંતર્ગત કેરળ રાજ્યમાં નિર્માંણ પામી રહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-16 માટે કંસ્ટ્રક્શન અને સિવિલ એન્જીનીયરીંગના ઈક્વિપમેન્ટનો જથ્થો રેલ્વે દ્વારા ટ્રાન્સપોર્ટ કરાવીને, દેશમાં આ પ્રકારનું પરિવહન કરવામાં અમારી કંપની પ્રથમ બની છે.

વધુમાં અંદેશ જૈને જણાવ્યું હતું કે, રેલ્વે લૉજેસ્ટિક કાર્ગો સર્વિસ દેશના સામાજિક,આર્થિક અને ઔદ્યોગિક વિકાસ માટેનું કરોડરજ્જુ છે.જેથી, રેલ્વે લૉજેસ્ટિક કાર્ગો સર્વિસના 9000 ગ્રાહકોમાના વાગડ ઈન્ફ્રાપ્રોજેક્ટ પ્રા.લિ. છે જેનો અમને ગર્વ છે.

નોંધનીય છેકે, ભારતીય રેલ્વે લૉજેસ્ટિક કાર્ગો સર્વિસ દ્વારા જો, પરિવહન કરવામાં આવે તો, ખરેખર અનેક ફાયદાઓ સાથે દેશનો વિકાસ થાય. રેલ્વે લૉજેસ્ટિક સર્વિસમાં પરિવહનની વિશ્વસનીયતા, સમયમર્યાદા, સલામતી, સારામાં સારુ પેકિંગ, નિયમિતા જેવા સકારાત્મક પાસાંઓ હોવાથી,રેલ્વે કાર્ગો સેવા અન્ય પરિવહન માધ્યમો કરતાં સરળ અને સલામત રહે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close