દીવાળીની ભેટ – 4.2 કિ.મી લાંબો ગોતા-થલતેજ ફ્લાયઓવર બ્રીજનું દીવાળી પહેલાં થશે લોકાર્પણ
Gota- Thaltej flyover Bridge is likely to inauguration before Diwali.

અમદાવાદ શહેરનો મહત્વનો અને ટ્રાફિકથી ધમધમતો એસ.જી. હાઈ વે પર નિર્માંણ પામી રહેલો ગોતાથી થલતેજ સર્કલ સુધીના ફ્લાયઓવર બ્રીજનું લોકાર્પણ, દીવાળી પહેલાં કરવામાં આવશે. આ ફ્લાયઓવર બ્રીજનું લોકાર્પણ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે તેવી સંભાવના રહેલી છે. ગુજરાતના માર્ગ-મકાનના નિર્માંણમાં વર્ષોથી યોગદાન આપનાર અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ પણ આ બ્રીજના લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહે તેવી સંભાવના રહેલી છે.

ઉલ્લેખનીય છેકે, ગોતા- થલતેજ ફ્યાય ઓવર બ્રીજનું લોકાર્પણ થવાની સાથે જ ટ્રાફિક સુચારુ થશે અને અમદાવાદના સરખેજથી ગાંધીનગર સુધી માત્ર 15 મિનિટમાં જ સડસડાટ પહોંચી શકાશે.

ગુજરાત રાજ્યનો મોડેલ રોડ સરખેજ-ગાંધીનગર હાઈવે માટે રાજ્ય સરકારે, 867 કરોડ રુપિયા ફાળવ્યા છે. જેનું નિર્માંણકાર્ય લગભગ પૂરુ થવાને આરે છે. ત્યારે, આ મોડેલ રોડનો મહત્વનો અને ગુજરાતનો લાંબામાં લાંબો ફ્યાયઓવર બ્રીજ ગોતા સર્કલથી થલતેજ સર્કલ સુધીનો 4.2 કિલોમીટર લાંબો ફ્લાયઓવર બ્રીજનું લોકાર્પણ દીવાળી પહેલાં કરીને, ગુજરાત સરકાર ગુજરાતની જનતાને દીવાળી ભેટ આપશે.
મહેસાણાના અજય એન્જીનીયરીંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડાયરેક્ટર ચિરાગ પટેલના જણાવ્યાનુસાર, ગોતા ફ્લાયઓવર બ્રીજનું નિર્માંણકાર્ય સંપૂર્ણ થઈ ગયું છે. અને તેનું લોકાર્પણ દીવાળી પહેલાં થાય તેવી સંભાવના રહેલી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
17 Comments