HousingInfrastructureNEWS

દીવાળી બાદ, મકાનોની કિંમતમાં 10 થી 15% નો વધારો થવાની પ્રબળ સંભાવના- ડેવલપર્સ.

Property price rates will be incsre around Diwali festival.- Said Ahmedabad Developers

કોરોના દરમિયાન રીયલ એસ્ટેટ માર્કેટ બિલકુલ ઠપ થઈ ગયું હતું. પરંતુ, જેમ જેમ કોરોનાનો કહેર ઓછો થતો ગયો, તેમ તેમ રીયલ એસ્ટેટ માર્કેટ સુધરતું ગયું. અને વર્તમાન સમયમાં બજાર જોરશોરમાં ચાલી રહ્યું છે. જોકે, બિલ્ડિંગ મટેરીયલ જેમ કે, સ્ટીલ, સિમેન્ટ, પાઈપ, કોપર, ઈલેક્ટ્રીક વાયર, ઈંટો, રેતી, કપચીની કિંમતોમાં અંદાજિત 20-40 ટકાનો સરેરાશ ભાવવધારો થયો છે. પરિણામે, કોઈ પણ ડેવલપર્સ માટે રેસિડેન્શિયલ કે, કોર્મશિયલ પ્રોજેક્ટ નિર્માંણ કરવો ખરેખર મોંઘો પડી રહ્યો છે. પરિણામે, દરેક ડેવલપર્સ મકાનોની કિંમતોમાં 10 થી 15% નો વધારો કરે તેવી પ્રબળ સંભાવના છે.

રીયલ એસ્ટેટ અને કંસ્ટ્રક્શનના નિષ્ણાંતોના એક અભ્યાસ મુજબ, છેલ્લા એક વર્ષમાં બિલ્ડિંગ મટેરીયલની કિંમતોમાં 2020ની તુલનામાં 2021માં ધરખમ વધારો થયો છે. જેમ કે, 2020માં સ્ટીલ પ્રતિકિલો 41 રુપિયા હતું,જે વધીને, 2021માં 60 રુપિયે થયું. એટલે કે સ્ટીલમાં 40%નો વધારો થયો છે. સિમેન્ટ, 2020માં બેગ દીઠ 290 રુપિયા હતો, જે વધીને અત્યારે 350થી 360 રુપિયા થયો. એટલે કે, સિમેન્ટમાં 20% વધારો થયો. તેમજ અન્ય બિલ્ડિંગ મટેરીયલની કિંમતોમાં સરેરાશ 20થી 22%નો વધારો થયો છે. ત્યારે દીવાળી બાદ, મકાનોની કિંમતોમાં વધારો થશે તે અંગે ડેવલપર્સના પ્રતિભાવો.

ક્રેડાઈ ગુજરાતના પ્રેસિડેન્ટ આશિષ પટેલે જણાવ્યું હતું કે, હાલ જે રીતે બિલ્ડિંગ મટેરીયલમાં થઈ રહેલા ભાવવધારાએ, દરેક ડેવલપર્સને મકાનોની કિંમતોમાં વધારો કરવા માટે મજબૂર કર્યાં છે. છેલ્લા એક વર્ષમાં કંસ્ટ્રક્શન કોસ્ટમાં 20થી 25 ટકાનો વધારો આવ્યો છે. જેમ કે, સ્ટીલમાં 40%, સિમેન્ટમાં 22%, સિરામીક-સ્ટોન માર્બલમાં 20%, કપચી અને ઈંટોમાં 25% થી 40% વધારો થયો છે જેથી, દીવાળી બાદ, મકાનોની કિંમતોમાં 10 થી15% નો વધારો થશે તેવું ચોક્કસ લાગી રહ્યું છે.

આશિષ પટેલ, પ્રેસિડેન્ટ, ક્રેડાઈ ગુજરાત.

વસાણી ગ્રુપના એમડી અને અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ હરેશ વસાણીએ જણાવ્યું હતું કે, જે રીતે છેલ્લા એક વર્ષમાં પેટ્રોલ,ડીઝલ અને બિલ્ડિંગ મટેરીયલની કિંમતોમાં 40%નો વધારો છે. જેને કારણે, કંસ્ટ્રક્શન કોસ્ટ ઊંચી આવી રહી છે. ઈંટોની કિંમતમાં પણ 40%નો વધારો થયો છે. પરિણામે, એવું લાગી રહ્યું છેકે, દીવાળી બાદ, મકાનોની કિંમતમાં 10% વધારો થશે.

હરેશ વસાણી, પ્રેસિડેન્ટ, અમદાવાદ બિલ્ડર્સ એસો.  

ગાહેડ-ક્રેડાઈ અમદાવાદના ઑનરરી સેક્રેટરી વિરલ શાહે, જણાવ્યું હતું કે, કોરોના બાદ, બિલ્ડિંગ મટેરીયલમાં ધરખમ ભાવવધારો થયો છે. એક ગણતરી મુજબ, ચો.ફૂટ દીઠ 275થી 350 રુપિયા કંસ્ટ્રક્શન કોસ્ટ વધી છે. જેને કારણે મકાનો મોંઘા થશે. જેથી, દીવાળી બાદ, તરત જ મકાનોની કિંમતમાં 10% થી 15%નો વધારો થશે.

વિરલ શાહ, ઑનરરી સેક્રેટરી, ગાહેડ-ક્રેડાઈ અમદાવાદ.

Show More

Related Articles

Back to top button
Close