શિવાલિક ગ્રુપના એમડી તરલ શાહે, જણાવ્યું છેકે, કોવિડ બાદ, લગભગ તમામ બિલ્ડિંગ મટેરીયલની કિમતમાં વધારો થયો છે. જે ખરેખર રીયલ એસ્ટેટ માર્કેટને ભારે અસર કરી શકે છે. ખાસ કરીને, સ્ટીલ, સિમેન્ટ સહિત અનેક બિલ્ડિંગ મટેરીયલમાં સરેરાશ 20થી 40%નો વધારો થયો છે. ચો. ફૂટ પર 300 થી 500 રુપિયા કંસ્ટ્રક્શન કોસ્ટ વધી છે, જે મકાનોની કિંમતમાં 8 થી 10 % વધારો કરવા માટે મજબૂર કરી રહી છે.
કવિશા ગ્રુપના એમડી પાર્થ પટેલે જણાવ્યું છેકે, છેલ્લા એક વર્ષમાં સિમેન્ટ, કોંક્રિટ, સ્ટીલ સહિત વુડન ફલોરીંગ, સિરામીક ટાઈલ, સ્ટોન માર્બલ સહિત તમામ બિલ્ડિંગ મટેરીયલની કિંમતોમાં વધારો થયો છે. જેને કારણે, કંસ્ટ્રક્શન કોસ્ટ ઊંચી આવી રહી છે. જેથી, જો ડેવલપર્સને મકાનોની કિંમતમાં વધારો કરવાની ઈચ્છા ન હોય તો પણ વધારવી પડશે. એટલે દીવાળી બાદ, મકાનોની કિંમતોમાં 10%નો વધારો થશે.
શાલીગ્રામ ગ્રુપના એમડી કમલેશ પટેલે જણાવ્યું છેકે, જે રીતે બિલ્ડિંગ મટેરીયલના ભાવ વધ્યા છે તે જોતાં, રીયલ એસ્ટેટ માર્કેટમાં કામ કરતા અનેક વ્યવસાયકારોને તકલીફ પડી શકે તેવી સ્થિતિ છે. કારણ કે, કંસ્ટ્રક્શન કોસ્ટમાં ચો. ફૂટે,300થી 500 રુપિયાનો વધારો માર્કેટ માટે જોખમકારક છે. આ ભાવવધારાની અસર સીધે સીધી મકાન ખરીદનાર ગ્રાહકો પર પડશે. કારણ કે, આવનારા સમયમાં દરેક ડેવલપર્સ મકાનોની કિંમતોમાં વધારો કરવાનું વિચારી રહ્યા છે. એટલે કે, મકાનોની કિંમતોમાં દસ ટકાનો વધારો થઈ શકે છે.
સોનિઝ ગ્રુપના એમડી બિપીન સોનીએ જણાવ્યું છેકે, મકાનોની કિંમતોમાં દર વર્ષે ભાવવધારો થાય જ છે. પરંતુ, જે દેખાતો નથી. પરંતુ, આ વર્ષે બિલ્ડિંગ મટેરીયલના ભાવમાં ધરખમ વધારો થયો છે. જેથી, ચોક્કસપણે દીવાળી બાદ, મકાનોની કિંમતોમાં વધારો થશે.
11 Comments