GovernmentNEWS

વડાપ્રધાન મોદીની ભ્રષ્ટાચારીઓ સામે લાલ આંખ, કહ્યું કે, ન્યૂ ઈન્ડિયામાં નહી ચાલે.

New India is no longer ready to accept that corruption is part of the system,” said PM Modi.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સીવીસી અને સીબીઆઈના અધિકારીઓને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટૉલરન્સની નીતિ મજબૂત કરવા જણાવ્યું હતું. કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઑફ યુનિટીના સાંનિધ્યમાં યોજાયેલી સીવીસી અને સીબીઆઇની જોઇન્ટ કૉન્ફરન્સને આપેલા રેકોર્ડેડ સંબોધનમાં વડાપ્રધાને ભ્રષ્ટાચારીઓને દેશના દગાબાજ અને ગરીબોને લૂંટનારા ગણાવતા કહ્યું કે ભ્રષ્ટાચારીઓ માટે કોઈ સેફ હેવન નથી. તેમના પ્રત્યે રહેમ નહીં રખાય. છેલ્લા 6-7 વર્ષમાં લોકોમાં એવો વિશ્વાસ પેદા કરવામાં સરકારને સફળતા મળી છે કે ભ્રષ્ટાચાર પર અંકુશ શક્ય છે. ભ્રષ્ટાચાર સિસ્ટમનો ભાગ છે એ સ્વીકારવા ન્યૂ ઇન્ડિયા તૈયાર નથી.

This is File picture

વડાપ્રધાન મોદીના સંબોધનની 5 મુખ્ય બાબતો

  • દેશનો વિશ્વાસઘાત કરનારા, ગરીબોને લૂંટનારા ગમે તેટલા શક્તિશાળી હોય, દેશ-દુનિયામાં ક્યાંય છુપાયેલા હશે તો પણ તેમના પર રહેમ નહીં થાય એવો લોકોમાં વિશ્વાસ પેદા થયો.
  • ભ્રષ્ટાચારનો વંશવાદ એટલે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં ટ્રાન્સફર થતો ભ્રષ્ટાચાર મોટો પડકાર. ભ્રષ્ટાચાર કરતી એક પેઢીને સજા મળતી નથી એટલે બીજી પેઢી વધુ તાકાતથી ભ્રષ્ટાચાર આચરે છે.
  • કાળુંનાણું કમાનારને કશું થતું નથી એટલે તેમની હિંમત વધે છે. આ જ કારણોસર ઘણાં રાજ્યોમાં આ પ્રકારનો ભ્રષ્ટાચાર રાજકીય પરંપરાનો હિસ્સો બની ગયો.
  • ભ્રષ્ટાચાર દેશના વિકાસ સામેનો સૌથી મોટો અવરોધ છે. સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ભ્રષ્ટાચારનો જડમૂળથી અંત લાવવો પડશે.
  • કેન્દ્રીય તપાસ એજન્સીઓનું કામ કોઈને ડરાવવાનું નહીં પણ લોકોના મનમાંથી ડર દૂર કરવાનું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close