Big StoryHousingInfrastructureNEWS

ગ્લોબલ કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝ, 2030 સુધીમાં US$15.2 trillion પર પહોંચવાની ધારણા.

Construction to outstrip growth in manufacturing over the next 10 years: report

કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝ કોવિડ-19-મહામારીમાંથી, વૈશ્વિક અર્થતંત્રને પુન:ઉત્થાનનું નેતૃત્વ કરવા માટે સુઆયોજિત અને સજ્જ છે. જે આવનારા એક દાયકો 2030માં મેન્યુફેક્ચરીંગ સેક્ટરમાં થનારી વૃદ્ધિને પણ પાછળ છોડી દેશે.

ઓક્સફોર્ડ ઈકોનોમિક્સ અને માર્શ મેકલેનન કંપનીઓ માર્શ અને ગાય કાર્પેન્ટર દ્વારા કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝના ભાવિ પર કરવામાં આવેલા પૂર્ણધારણા મુજબ, વૈશ્વિક કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝ આગામી એક દાયકામાં 4.5 ટ્રિલિયન યુએસ ડૉલરથી વધીને, 2030 સુધીમાં 15.2 ટ્રિલિયન યુએસ ડૉલર સુધી પહોંચવાની ધારણા છે.

2025 સુધીમાં કંસ્ટ્રક્શન સેક્ટરની વૃદ્ધિ સરેરાશ 4.4 ટકા રહેવાનો અંદાજ છે,જે ઉત્પાદન અને સર્વિસિસ કરતાં વધારે છે. પરંતુ, 2025થી 2030 સમયગાળામાં દરમિયાન ઉત્પાદન સેક્ટર કરતાં વધારે રહેશે પણ સર્વિસિસ સેક્ટર કરતાં ઓછો રહેશે.

એશિયા-પેસિફિક ઉત્પાદન વૃદ્ધિમાં 2.5 ટ્રિલિયન યુએસ ડૉલર હિસ્સો ધરાવે છે. અને 2030 સુધીમાં 7.4 ટ્રિલિયન યુએસ ડૉલરનું બજાર બનશે. તો ત્રણ એશિયન દેશ, ચીન, ભારત અને ઈન્ડોનેશિયા વૃદ્ધિમાં અંદાજે 47 ટકા હિસ્સો ધરાવે છે. જે, આ ત્રણેય દેશોનો વૃદ્ધિદર ઘરગથ્થુ બચત, પ્રોત્સાહક યોજનાઓ અને વસ્તીવધારા પર આધારિત છે.

જોકે, હજુ કોવિડમાંથી ક્યારે બહાર આવશે તે કહેવું અગરુ છે. પરંતુ, કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝમાં વિકાસ દર નિરંતર રહેશે. જોકે, આ અહેવાલમાં ચેતવણી આપી છેકે, ગ્લોબલ વોર્મિંગ, કંસ્ટ્રક્શન સેક્ટરમાં બિલ્ડિંગ મટેરીયલની અછત અને તેની વધતી કિંમતો, વધતો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ જેવા પરિબળો નજીકના ગાળામાં જોખમરુપ સાબિત થઈ શકે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close