વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની કાર્યશૈલીની કરી પ્રશંસા.
Prime Minister Narendra Modi praised Chief Minister Bhupendra Patel.

હીરાનગરી સુરતમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 200 કરોડના ખર્ચે નિર્માંણ પામનાર સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનું છાત્રાલય ફેઝ-1નો શિલાન્યાસ કર્યો હતો. આ છાત્રાલયનો 1500 દીકરા-દીકરાઓને લાભ મળશે. આ પ્રસંગે, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ સમયે, વડાપ્રધાન મોદીએ, સરદાર સાહેબને કોટ કરીને, કહ્યું હતું કે,સરદાર પટેલ કહેતા કે, જાતિ અને પંથ વિકાસ માટે ક્યારેય અડચણરુપ ન બનવો જોઈએ અને દેશવાસીઓએ રાષ્ટ્રનિર્માંણ માટે એકબીજાને પ્રેમ કરવો જોઈએ.

આ સમયે, વડાપ્રધાન મોદીએ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની કાર્યશૈલી અને તેમના સરળ સ્વભાવ સહિત તેમના પરિવારની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, ભુપેન્દ્રભાઈ પટેલ એક સાયલન્ટ વર્કર છે. તેમજ ભુપેન્દ્ર પટેલનો પરિવાર પહેલાંથી, આધ્યાત્મિક છે. જેથી, મને આનંદ છેકે, સંસ્કારી પરિવારમાંથી આવેલા એવા અનુભવી વ્યક્તિના નેતૃત્વ હેઠળ ગુજરાત ચોતરફથી વિકાસ કરશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
10 Comments