GovernmentInfrastructureNEWS

ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન અંતર્ગત, દેશમાં નિર્માંણ પામશે 2 લાખ કિં.મી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ.

2 lakh km national highway to be build under Gatisakti National Master Plan.

ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન અંતર્ગત, રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ટરમાં દેશમાં 2024-25 સુધીમાં દેશભરમાં કુલ 2 લાખ કિલોમીટરની લંબાઈ ધરાવતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નિર્માંણ કરવામાં આવશે. તેમજ નવા ભારતના મુખ્ય આધારસ્તંભોને એકબીજા સાથે કનેક્ટ કરવામાં આવશે. જેમાં ભારતમાલા, સાગરમાલા, બંદરો, હવાઈ અને રેલ્વે વગેરે જેવા સેક્ટરનો સમાવેશ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરવામાં આવશે. ત્યારબાદ, બીજા તબક્કામાં, હોસ્પિટલ, વિશ્વવિદ્યાલય જેવા સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનના શુભારંભ પ્રસંગે જણાવ્યું હતું કે, દેશમાં પહેલા રોડ નિર્માંણ કરી દેવામાં આવે છે, પછી વળી વીજળી કે પાણીની પાઈપ લાઈન ઈન્સ્ટોલ કરવા માટે ફરી રોડને ખોદવામાં કે તોડવામાં આવે છે. આવી સ્થિતિ ન સર્જાય તે માટે ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન નિર્માંણ કરવામાં આવ્યો છે. આ પ્લાન અંતર્ગત દેશના મુખ્ય 16 મંત્રાલયો એકબીજા જોડીને, ઝડપી વિકાસ સાધવામાં આવશે.  

નોંધનીય છેકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા. 13 ઓક્ટોબર-2021ના રોજ દેશનો સર્વાંગી વિકાસ સાધવા માટે ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનનો શુભારંભ કર્યો છે. જે અંતર્ગત દેશના કુલ 16 મંત્રાલયને એક સેતુમાં જોડવામાં આવ્યા છે. ત્યારે આવો જાણીએ, રોડ અને પરિવહન મંત્રાલયને આ યોજનાનો લાભ કેવી રીતે મળી રહ્યો છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close