ConstructionInfrastructureNEWS

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે 3 કલાકે, તારાપુર-વાસદ સિક્સ લેન સ્ટેટ હાઈવેનું લોકાર્પણ કરશે.

Chief Minister Bhupendra Patel to dedicate six-lane Tarapur-Vasad road

48 કિ.મી. લાંબો અને અત્યાધુનિક સુવિદ્યાઓ ધરાવતો, 1005 કરોડના ખર્ચે નિર્માંણ પામેલો તારાપુર-વાસદ સિક્સ લેન હાઈવેનું લોકાર્પણ આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 3 કલાકે કરશે. આ પ્રસંગે, ગુજરાત રાજ્યના માર્ગ અને પરિવહન મંત્રી પૂર્ણેશ મોદી ઉપસ્થિત રહેશે, નિર્માંણકર્તા કંપની એમડી કમલેશ શાહ, પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના એમડી અરવિંદ પટેલ સહિત ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસો.ના કમિટી સભ્યો ઉપસ્થિત રહેવાની સંભાવના છે. તારાપુર-વાસદ સ્ટેટ હાઈવેના બોચાસણ ટોલ પ્લાઝાથી મુખ્યમંત્રી લોકાર્પણ કરશે.  

ગુજરાત સરકારના માર્ગ-પરિવહન વિભાગ અંતર્ગત, ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડે, આ અત્યાધુનિક સિક્સ લેન હાઈવે નિર્માંણનું કાર્ય ગુજરાતની નામાંકિત કંસ્ટ્રક્શન કંપની RKC INFRABUILT PVT. LTD. આપ્યું હતું અને આરકેસી કંપનીએ ગુણવત્તાસભર અને સમયમર્યાદામાં રોડનું નિર્માંણકાર્ય પૂર્ણ કર્યું છે.

48 કિ.મીના સ્ટેટ હાઈવે પર 18 કિ.મી. ફ્લાય ઓવર અને 38 કિ.મી. સર્વિસ રોડનો સમાવેશ થાય છે. તેમજ નવનિર્મિત રોડ પર ત્રણ રેલ્વે ઓવર બ્રીજ, 9 નાના બ્રીજ, 88 નાળા તથા કેનાલ ક્રોસિંગ સ્ટ્રેક્ચર, સ્થાનિક નાગરિકોની અવરજવર માટે 24 અંડરપાસ અને બોરસદ નગર બાયપાસનું બાંધકામ કરાયું છે.

રાત્રિ અકસ્માતમાં ઘટાડો થાય તે માટે, 1200 જેટલા સ્ટ્રીટલાઈટના થાંભલાઓની સુવિદ્યા, 38 બસ સ્ટેન્ડ, 4 જગ્યાઓ પર શૌચાલયો, સીસી ટીવી કેમેરા, સ્પીડ પ્રદર્શન સિસ્ટમ, આધુનિક ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ જેવી તમામ સુવિદ્યાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

બોચાસણ ખાતે કુલ 12 લેનવાળાઓ અત્યાધુનિક ટોલ પ્લાઝા નિર્માંણ કરવામાં આવ્યો છે. જેમાં એમ્બ્યુલન્સ, પેટ્રોલિંગ વ્હીકલ, ક્રેન, ટ્રાફિક તેમજ મેડિકલ એડ પોસ્ટ જેવી તમામ સુવિદ્યાઓ

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close