GovernmentInfrastructureNEWS

111 કિ.મી.ની રાજકોટ-કાનાલુસ રેલ્વે લાઈનને ડબલ લાઈન માટે કેન્દ્ર સરકારની લીલી ઝંડી, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો આભાર.

Cabinet clears doubling of tracks on Rajkot-Kanalus railway line

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ બુધવારે એક કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં રેલ મુસાફરોની સુવિદ્યાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં નીમચ-રતલામ અને રાજકોટ-કાનાલુસ રેલ લાઈનને ડબલલાઈન કરવાની મંજૂરી આપી હતી. આ ડબલ રેલ લાઈન થવાને કારણે, ગુજરાતના રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રેલ મુસાફરોને મુસાફરી કરવામાં સરળતા રહેશે. અને તેઓનો આર્થિક અને સામાજિક વિકાસ થશે.

111 કિલોમીટરની લંબાઈ ધરાવતી રાજકોટ-કાનાલુસ વચ્ચેની રેલ્વે લાઈનને 1080 કરોડ રુપિયાને ખર્ચે ડબલલાઈન કરવામાં આવશે. અને ચાર વર્ષના સમયગાળામાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ-કાનાલુસ રેલ લાઈનને ડબલ લાઈન કરવા માટે મંજૂરી આપવા બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકાર અને રેલ્વે મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ભારત સરકાર

Show More

Related Articles

10 Comments

  1. Pingback: look what i found
  2. Pingback: tải sunwin
  3. Pingback: funguy gummies
  4. Pingback: sci diyalaa
  5. Pingback: kc9
  6. Pingback: lucabet
  7. Pingback: Raymond
Back to top button
Close