GovernmentInfrastructureNEWS

નિતીન ગડકરીએ, ઝોજિલા ટનલનું જાત નિરીક્ષણ કર્યું, 2023માં નિર્માંણકાર્ય થશે પૂર્ણ.

Union Minister Nitin Gadkari reviews Zojila, Z-Morh tunnel projects today.

કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરી અને રાજ્યકક્ષાના રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી પૂર્વ જનરલ વી.કે. સિંઘે જમ્મુ-કાશ્મીરના વિકાસ માટેની મહત્વની ઝોજિલા ટનલનું નિરીક્ષણ કર્યું હતું. 14 કિલોમીટરની લંબાઈ ધરાવતી ટનલમાંથી નિતીન ગડકરીએ, 6 કિલોમીટરની લંબાઈ સુધી ટનલ જાત નિરીક્ષણ કર્યું હતું. તે દરમિયાન તેઓ કહ્યું હતું કે, આ ટનલ દ્વારા શ્રીનગર, કારગીલ અને લેહ માટે ખૂબ મહત્વ છે. 2023 સુધીમાં ટનલનું કામ પૂર્ણ થઈ જશે.  

નોંધનીય છેકે, આ ટનલ તમામ ઋતુમાં ચાલુ રહેશે. જેથી, હવે દરેક પ્રવાસીઓ કે મુસાફરો દરેક ઋતુમાં કાશ્મીર-લેહ અને કારગીલ ખૂબ જ સરળતાથી મુસાફરી કરી શકશે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-1 પરની ઝોજિલા ટનલ દ્વારા મુસાફરો સ્નોફોલ મુક્ત મુસાફરી કરી શકશે. તેમજ આ ટનલ દ્વારા સવા ત્રણ કલાક ટ્રાવેલ ટાઈમ બચશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close