કાર મેન્યુફેંક્ચર્સને નિતીન ગડકરીની અપીલ, દરેક કારમાં ઓછામાં ઓછી 6 એરબેગ ઉમેરો
Nitin Gadkari appeal to all car manufacturers to provide a minimum of six airbags in car.
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ કાર મેન્યુફેક્ચરીંગ કંપનીઓને જણાવ્યું છેકે, નાના-મધ્યમ વર્ગના લોકો માટે એર બેગવાળી કાર મેન્યુફેક્ચરીંગ કરીને, તેઓને પણ માર્ગ અકસ્માત સામે પુરતું રક્ષણ આપો. કારણ કે, દેશમાં નાના-મધ્યમ વર્ગના પરિવારો મોટીસંખ્યામાં કાર ખરીદે છે. જેથી, તેઓને કારમાં ઓછામાં ઓછી 6 એરબેગ ફરજિયાત આપો.
ગડકરીએ જણાવ્યું છેકે, મોટે ભાગે મધ્યમ વર્ગના લોકો નાના બજેટમાં કાર ખરીદે છે. અને જેમાં એરબેગ ન હોવાથી, જ્યારે પણ અકસ્માત થાય છે ત્યારે તો તે મૃત્યુનું કારણ બને છે. તેથી હું તમામ કાર મેન્યુફેકચરીંગ કંપનીઓને અપીલ કરુ છું કે, તમામ કારમાં વેરિએન્ટ અને સેગમેન્ટમાં ઓછામાં ઓછી 6 એરબેગ આપો.
શ્રીમંત લોકો માટે ઓટોમેકર્સ આઠ એરબેગવાળી કાર મેન્યુફેક્ચરીંગ કરે છે. અને નાના-મધ્યમ વર્ગના લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી ઈકોનોમી મોડેલ કારમાં બે કે ત્રણ એરબેગ ઓફર કરો છો. આવું શા માટે ? જોકે, ગડકરીએ સ્વિકાર્યું કે, કારમાં એરબેગ ઉમેરવાથી, કારના ખર્ચમાં ઓછામાં ઓછા 3000- 4000 રુપિયાનો વધારો થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
6 Comments