દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે દેશના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કાયાપલટ કરશે.- નિતીન ગડકરી.
Inspected the progress of Delhi-Mumbai Expressway at Ratlam, MP

દેશમાં વર્તમાનમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ મોટાપાયે થઈ રહ્યો છે. અને આવનારા દિવસોમાં દેશમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે કાયાપલટ કરનાર એવા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવેના નિર્માંણકાર્યનું નિરીક્ષણ રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ જમીનથી અને હવાઈ બંને જાત નિરીક્ષણ કર્યું હતું. તે દરમિયાન તેઓ રાજસ્થાન અને મધ્યપ્રદેશના રાજ્યોમાંથી પ્રસાર થતા રોડની મુલાકાત કરી હતી. અને ત્યાં તેઓ 150 કિલોમીટરની ઝડપે કાર ચલાવીને, રોડ નિર્માંણની ગુણવત્તા ચેક કરી હતી. જે બાદ તેઓ કહ્યું હતું કે, રોડ ગુણવત્તામાં દેશમાં સુધારો આવી રહ્યો છે.

નોંધનીય છેકે, દેશના આર્થિક અને ઔદ્યોગિક વિકાસના આધારસ્તંભ સમા અને દેશની રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈને જોડનારા 1380 કિલોમીટર લાંબો દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ વેનું નિતીન ગડકરીએ, તેમના બે દિવસમાં પ્રવાસમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં નિર્માંણ પામી રહેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના સ્થળો પર નિરીક્ષણ કર્યું હતું.

મીડિયાના અહેવાલના જણાવ્યાનુસાર, આવનારા દિવસોમાં 1380 કિલોમીટરની લંબાઈ ધરાવતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની એરિયલ નિરીક્ષણ કરવામાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
11 Comments