ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે, કેન્દ્રીય હાઈકમાન્ડ જ નક્કી કરશે.
Who will be chief minister of Gujarat ?
વિજય રુપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદ પરથી અચાનક રાજીનામું આપતાં ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. અને હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે. તે જાણવા સૌ કોઈ આતુર છે.
હાલ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કેટલાક નામો ચર્ચાય રહ્યા છે. જેમાં નિતીન પટેલ, નાયબ મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રુપાલા, ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા, દિવના વહીવટી ઈન્ચાર્જ પ્રફુલ્લ પટેલ, ગુજરાત પ્રદેશ સી.આર. પાટીલના નામોનો સમાવેશ થાય છે. પરંતુ, હાલ તો, તમામમાંથી, કોને મુખ્યમંત્રી બનાવશે તે કહેવું અગરુ છે. કારણ કે, કેન્દ્રીય હાઈકમાન્ડ મોદી-શાહ નક્કી કરશે. તે બાદ જ ગુજરાતના નવા મુખ્યમંત્રીનું નામ જાહેર થશે. જોકે, નિતીન પટેલનું નામ મોખરે હોઈ શકે, કારણ કે, પાટીદારના અગ્રણી નેતા અને સરકાર માટે પાટીદારોના મુદ્દાઓ માટે ટ્રબલ શૂટર છે. હાલ ગુજરાત કમલમ્ ખાતે બેઠકોનો દોર ચાલી રહ્યો છે.
ઉલ્લેખનીય છેકે, મનસુખ માંડવિયા અને પરસોત્તમ રુપાલા બંનેને તાજેતરમાં કેન્દ્ર સરકારે કેન્દ્રમાં કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે. જેથી, આ બંનેને પણ મુખ્યમંત્રી પદ આપવામાં કેન્દ્ર સરકાર થોડું વિચારી શકે છે. પ્રફુલ્લ પટેલને પણ દીવ-દમણ અને દાદરાનગર હેવલીના વહીવટી ઈન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. જેથી, તેમની પણ બનાવવાની શક્યતા ઓછી. ગોરધન ઝડફિયાને પણ બનાવી શકે છે તેવી સંભાવના રહેલી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
5 Comments