GovernmentNEWS

વિજય રુપાણીએ સીએમ પદેથી અચાનક રાજીનામું આપતા રાજ્યના રાજકારણમાં ભૂકંપ.

Gujarat Chief Minister Vijay Rupani resigns

સંવત્સરીના બીજા જ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપીને સહુ કોઈને ચોંકાવી દીધા છે. આના પગલે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાય તેવી પણ અટકળો ચાલી રહી છે. આજે રૂપાણી સાથે ભાજપના પ્રદેશ તથા રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પહોંચ્યા હતા અને કમલમ ખાતે બેઠકોનો દોર શરૂ કર્યો છે.

ઉલ્લેખનીય છેકે, આજે અમદાવાદમાં વૈષ્ણોવદેવી સર્કલ સ્થિત સરદારભવનના લોકાર્પણ બાદ રૂપાણી સીધા રાજભવન પહોંચ્યા છે. રૂપાણી ત્યાંથી મીડિયાને બ્રીફિંગ કરીને રાજીનામું આપવાની ઘોષણા કરી છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, 24 કલાકમાં ચિત્ર સ્પષ્ટ થશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close