મુંબઈમાં નવો નિર્માંણ પામેલો ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ ફ્લાયઓવર પર વાહનોનો પ્રતિબંધ કેમ ?
Why Mumbai bans entry of these vehicles on newly constructed GMLR flyover
માયાનગરી મુંબઈમાં નિર્માંણ પામેલા ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ ફ્લાયઓવર પર કેટલાક વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. 3 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ ફ્લાયઓવર બ્રીજ બીએમસી દ્વારા નિર્માંણ કરવામાં આવ્યો હતો. અને 1 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ઘાટકોપર-માનખુર્દ રોડ ઈસ્ટર્ન એક્સપ્રેસ વે, સાન્તાક્રુઝ-ચેમ્બુર ફ્લાયઓવર અને ઈસ્ટર્ન ફ્રીવે પરથી આવતો ટ્રાફિકને કારણે અનેક અવરોધો નડતા હતા. જેનું નિરાકરણ કરવા મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને આ ફ્લાયઓવર બ્રીજ બનાવ્યો છે.
કયા વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે.
પીટીઆઈના અહેવાલના જણાવ્યાનુસાર, દ્વિચક્રી વાહનો, ભારે વાહનો અને બસોનને મંજૂરી નથી. ટ્રાફિક પોલીસના જણાવ્યાનુસાર, એલિવેટેડ રોડ પર સાઈકલ સવારો અને રાહદારીઓના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- પીટીઆઈ.
6 Comments