પેટ્રોલ-ડીઝલનો વિકલ્પ- બાયો ફ્યૂઅલ દ્વારા દોડશે ગાડીઓ- નિતીન ગડકરી.
Nitin Gadkari big announcement on Biofuel
હાલ દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો ભડકે બળી રહી છે અને લોકો ત્રાહિમામ્ પોકારી રહ્યા છે, સાથે સાથે પર્યાવરણ પણ પ્રદૂષિત થઈ રહ્યું છે. ત્યારે ભારત સરકાર પેટ્રોલ-ડીઝલ સામે ટકાઉ વિકલ્પ શોધી રહી છે. કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરી બાયો ફ્યૂઅલ અંગે મોટી જાહેરાત કરશે તેવી સંભાવના રહેલી છે. નીતિન ગડકરીએ ડોમેસ્ટિક બ્રોકરેજ ઈલારા કેપિટલના એક કાર્યક્રમ દરમિયાન તેઓ જણાવ્યું હતું કે, પેટ્રોલનો વિકલ્પમાં બાયો ફ્લૂઅલ બનાવવામાં આવશે, જે માટે ફ્લેક્સ એન્જીન દેશમાં ફરજિયાત કરવામાં આવશે. એક અંદાજ મુજબ, આવનારા છ મહિનામાં દેશમાં બાયોફ્યૂઅલ દ્વારા ગાડીઓ દોડશે તો નવાઈ નહીં.
શા માટે બાયો-ફ્યૂઅલ સારુ ?
બાયો ફ્યૂઅલની કિંમત લિટરે 65 રુપિયા છે. જે પેટ્રોલ કે ડીઝલની કિંમતની તુલનામાં ગ્રાહકો ફાયદાકારક રહેશે. નિતીન ગડકરી જણાવ્યું છેકે, આવનારા છ મહિનામાં ગેસોલિન આધારિત ફ્લેક્સ એન્જિનવાળી ગાડીઓનું મેન્યુફેક્ચરીંગ થશે. જેમાં ગેસ અને 83 ટકા સુધી ઈથેનોલનું મિશ્રણથી આ ગાડીઓ ચાલશે. આ અંગે રાજ્ય સંચાલિત ઓઈલ કંપનીઓ અંગેની સૂચના પણ આપી દેવામાં આવી છે.
શું છે બાયો-ઈથોનલ ઈંધણ ?
ભારત દેશ કૃષિપ્રધાન છે. જેથી, દેશમાં ચોખા, શેરડી, મકાઈ જેવા ધાન્ય મબલક થાય છે. તેનામાંથી કચરામાંથી ઈથોનલ બને છે. જેથી, દેશમાં ઈથોનલ બનાવવા માટેનો કાચામાલનો પુરવઠો ખૂબ છે. પરિણામે, આપણને ઈથોનલનો ઈંધણ તરીકે ઉપયોગ કરવો સસ્તો પડે. તો સામે દેશના ખેડૂતોને પણ ફાયદો થાય. ટીમ બિલ્ટ ઈન્ડિયા.
5 Comments