આવતા મહિને, ગતિ શક્તિ માસ્ટર પ્લાનના લોન્ચિંગની સંભાવના
Gati Sakti Master Plan is likely to launch next month- report
ભારત સરકારનો મહત્વકાંક્ષી 100 લાખ કરોડનો પ્રધાનમંત્રી ગતિ શક્તિ માસ્ટર પ્લાનનું લોન્ચિંગ આવતા મહિને ઉદ્દઘાટન થાય તેવી સંભાવના છે. દેશ જ્યારે કોરોના મહામારીમાંથી બહાર આવી રહ્યો છે ત્યારે ગતિ શક્તિ માસ્ટર પ્લાન, દેશભરના ઈન્ડસ્ટ્રીયલ કલસ્ટર્સને વેગ આપશે અને મોટીસંખ્યામાં રોજગારની તકો પુરી પાડશે.
ઉલ્લેખનીય છેકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના દિવસે રાષ્ટ્ર સંબોધનમાં ગતિ શક્તિ માસ્ટર પ્લાન અંગેની જાહેરાત કરી હતી. અને તેના ફાયદા અંગે વાત કરી હતી.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, ગતિ શક્તિ માસ્ટર પ્લાનમાં હાલના મંત્રાલયના પ્રોજેક્ટનો સમાવેશ થશે. તેમજ ફૂડ પ્રોસેસિંગ, આઈટી પાર્ક, ફાર્મા, ફિશિંગ કલસ્ટર્સ અને બંદરો પર ભાર મૂકવામાં આવશે.
ગતિ શક્તિ માસ્ટર પ્લાનનો મુખ્ય હેતુ, લૉજેસ્ટિક કોસ્ટ ઘટાડી, સપ્લાઈ ચેનમાં સુધારો કરીને, દેશને આત્મનિર્ભર બનાવીને સમગ્ર વિકાસ કરવાનો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ઈટી.
10 Comments