જોડાણ:બેન્ક ઓફ અમેરિકા સાથે મળી IIM અમદાવાદે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સેન્ટર બનાવ્યું, રિસર્ચ, પોલિસી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે

- આ સેન્ટર થકી ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઇકોસિસ્ટમ મજબૂત કરવાનો ઉદ્દેશ્ય
- સેન્ટરની કાઉન્સિલ બોડીમાં દેશ અને વિદેશના અગ્રણીઓનો સમાવેશ
અગ્રણી મેનેજમેન્ટ સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદે (IIMA) સેન્ટર ફોર ડિજિટલ ટ્રાન્સફોર્મેશન (CDT) શરૂ કરવા માટે બેંક ઓફ અમેરિકા સાથે ભાગીદારી કરી છે. આ કેન્દ્ર દ્વારા ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ઇનોવેશન માટે અત્યાધુનિક સંશોધનની સુવિધા આપીને શિક્ષણ, પોલિસી ઘડતર અને ખાનગી ક્ષેત્ર માટે નોલેજ હબ બનશે.
ડિજિટલ ટેકનોલોજીએ કામ કરવાની રીત બદલી
IIMAના ડિરેક્ટર એર્રોલ ડિસૂઝાએ કહ્યું કે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં ઝડપથી પ્રગતિ થઈ રહી છે અને તે આપણી કામ કરવાની રીત બદલી રહી છે. વર્તમાન સ્થિતિમાં ડિજિટલ ઓપરેટિંગ મોડેલને તેના મૂલ્ય તથા ઉદ્યોગ, સંસ્થાઓ અને રાષ્ટ્રોને ટેકનોલોજી અપનાવવાની જરૂરિયાત પર વધુ ભાર મૂક્યો છે. તેથી, એ હિતાવહ બની જાય છે કે આપણે આ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની વ્યાપાર, સરકાર, વ્યક્તિઓ અને સમાજ પરની અસરનો અભ્યાસ કરીએ. અગ્રણીઓ અમારી મહત્વાકાંક્ષી પહેલ શરૂ કરવા અને માર્ગદર્શન આપવા માટે જવાબદાર ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટેની અમારી સલાહકાર પરિષદમાં જોડાયા છે.

IIMAના ડિરેક્ટર એર્રોલ ડિસૂઝા.
સેન્ટર માટે એડવાઇઝરી કાઉન્સિલ અને કમિટી બની
આગળના વ્યૂહાત્મક પગલા તરીકે, આ સેન્ટર માટે સલાહકાર કાઉન્સિલ અને એડવાઇઝરી કમિટી બનાવવામાં આવી છે. IIMA સંચાલિત આ કાઉન્સિલ ડિજિટાઈઝેશનની તાત્કાલિક જરૂરિયાતો અને અન્ય દૃષ્ટિકોણ પર વિચાર કરવા માટે વિવિધ હિસ્સેદારોને એકસાથે લાવશે. આનો હેતુ તમામને લાભ અને વ્યાપક લક્ષ્યો હાંસલ કરવા માટે રચાયેલ શ્રેષ્ઠ પ્રયાસો અને માર્ગદર્શિકાઓ વિકસાવવામાં મદદ કરવાનો છે.
કાઉન્સિલ મેમ્બર
- ડૉ. રીતુ અગ્રવાલ – સિનિયર એસોસિએટ ડીન, રોબર્ટ એચ. સ્મિથ સ્કૂલ ઑફ બિઝનેસ, મેરીલેન્ડ યુનિવર્સિટી
- અરુંધતી ભટ્ટાચાર્ય – CEO, સેલ્સફોર્સ (ઈન્ડિયા)
- દેબજાની ઘોષ – નાસકોમના વડા
- રાજેશ ગોપીનાથન – CEO, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ
- નંદન નિલેકણી – નોન એક્ઝિક્યુટિવ ચેરમેન, ઇન્ફોસિસ
- આદિત્ય પુરી – વરિષ્ઠ સલાહકાર, ધ કાર્લાઇલ ગ્રુપ
- ડો.વલ્લભ સાંબામૂર્તિ – ડીન, સ્કૂલ ઓફ બિઝનેસના આલ્બર્ટ ઓ. નિકોલસ, યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન-મેડિસન
સલાહકાર સમિતિના સભ્યો
- કેથી બેસન્ટ – ચીફ ઓપરેટિંગ એન્ડ ટેકનોલોજી ઓફિસર, બેન્ક ઓફ અમેરિકા
- ડો. પંકજ સેતિયા – ઇન્ફોર્મેશન સિસ્ટમ્સના પ્રોફેસર, IIMA
- એર્રોલ ડિસૂઝા – ડાયરેક્ટર, IIMA
- સુમિત છાબરીયા – ગ્લોબલ ટેકનોલોજી તથા ઓપરેશન્સ COO અને ગ્લોબલ બિઝનેસ સર્વિસીઝ એક્ઝિક્યુટિવ, બેન્ક ઓફ અમેરિકા
- ડો. દેબજીત રોય – પ્રોફેસર, IIMA
- ડો. રામય્યા કૃષ્ણન – ડીન, હેઇન્ઝ કોલેજ, કાર્નેગી મેલોન યુનિવર્સિટી
વૈશ્વિક અર્થવ્યવસ્થા ડિજિટલ ટેકનોલોજી પર નિર્ભર બની રહી છે
બેંક ઓફ અમેરિકાના ચીફ ઓપરેશન્સ અને ટેક્નોલોજી ઓફિસર કેથેરિન પી. બેસન્ટે જણાવ્યું હતું કે, આપણી વૈશ્વિક અર્થવ્યવસ્થા ઝડપથી ડિજિટલ ટેકનોલોજી પર વધુ નિર્ભર બની રહી છે. ડિજિટલ અર્થવ્યવસ્થાના વિકાસમાં ઝડપી દરે વધારો થવાથી, આપણી સરકારો, ખાનગી ઉદ્યોગ અને યુનિવર્સિટીઓ માટે ભવિષ્યને આકાર આપવા માટે વહેંચાયેલ શિક્ષણ અને શ્રેષ્ઠ પ્રયાસો મહત્વપૂર્ણ છે. આ રીતે ખાતરી કરીશું કે આપણે જવાબદારીપૂર્વક ટેકનોલોજી બનાવી રહ્યા છીએ અને તેનો અમલ કરી રહ્યા છીએ.

બેંક ઓફ અમેરિકાના ચીફ ઓપરેશન્સ અને ટેક્નોલોજી ઓફિસર કેથેરિન પી. બેસન્ટ.
કેન્દ્ર માત્ર ભારતમાં જવાબદાર ડિજિટલ માળખાને મજબૂત બનાવશે
બેંક ઓફ અમેરિકા ના ઇન્ડિયા હેડ કાકુ નખાતેએ જણાવ્યું હતું કે, છેલ્લા દાયકામાં, ભારત સરકારે ડિજિટાઈઝેશનનો ઉપયોગ નાગરિકોને સામાજિક સુરક્ષા, નાણાકીય ઉત્પાદનો, શિક્ષણ અને આરોગ્ય સેવાઓનો ઉપયોગ કરવા માટે સશક્ત બનાવવા માટે કર્યો છે. બેંક ઓફ અમેરિકા આવી પહેલોની મુખ્ય સહાયક છે. આ નવું કેન્દ્ર માત્ર ભારતમાં જવાબદાર ડિજિટલ માળખાને મજબૂત બનાવશે. મને આનંદ છે કે આ કેન્દ્ર ભારતમાં ડિજિટલ ક્રાંતિ લાવવા માટે અમેરિકા અને ભારતના અગ્રણી શિક્ષણવિદો અને ડિજિટલ વિચારકોને એકસાથે આગળ લાવશે.
સેન્ટર ડિજિટલ ઇકોસિસ્ટમની સમજ વધારશે
ડિજિટલ રૂપાંતરણ કેન્દ્રના સ્થાપક પ્રમુખ પંકજ સેતિયાએ જણાવ્યું કે, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કેન્દ્રનો ઉદ્દેશ ડિજિટલ યુગમાં વિચાર અને ક્રિયાને માર્ગદર્શન આપતી વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાવવાનો છે. ખાસ કરીને, કેન્દ્ર એ પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે જે ડિજિટલ ઇકોસિસ્ટમની સમજને વધારે છે અને નેતૃત્વને ઉત્પ્રેરક બનાવે છે, કારણ કે તે ડિજિટલ રૂપાંતરણ માટે વિચારશીલ નેતૃત્વ પૂરું પાડવા માટે સંશોધન અને વિકાસમાં તેની કુશળતાનો લાભ લઈ શકે છે.
આ કેન્દ્રમાં થનારી પ્રવૃત્તિઓ
- ભવિષ્યમાં ટેકનોલોજી અને ડેટાના ઉપયોગની આસપાસના કાનૂની અને નૈતિક પ્રશ્નોના નિવારણ માટે શૈક્ષણિક, સરકાર અને ખાનગી ક્ષેત્રના અગ્રણીઓને બોલાવવા.
- શ્વેતપત્રો અને સંશોધન અહેવાલોનો પ્રસાર કરીને અદ્યતન સંશોધન કરવા અને પ્રોત્સાહિત કરવા.
- ભારતની અર્થવ્યવસ્થા માટે ડિજિટાઈઝેશન સતત વધી રહ્યું હોવાથી મુખ્ય મુદ્દાઓ પર નિયમિતપણે ચર્ચા/વર્કશોપ/સેમિનારનું આયોજન કરવું.
- ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ઇનોવેશનની અસર પર ધ્યાન કેન્દ્રિત કરતા તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર
14 Comments