HousingNEWS

અમદાવાદના શ્રી સિદ્ધિ ગ્રુપે, ગુજરાતમાં પ્રથમ એલોટેડ ટુ વ્હીલર પાર્કિંગ નિર્માંણ કર્યું.

Gujarat's first allotted two wheeler parking

આજના શહેરી યુગમાં શહેરી વિસ્તારોમાં રહેતા લોકોને સૌથી વધારે પાર્કિંગ સમસ્યા સતાવી રહી છે. ફોર વ્હીલર કે ટુ વ્હીલર વાહનોનું પાર્કિંગ ક્યાં કરવું એ હાલની એક મોટી સમસ્યા છે. ત્યારે, સરકાર અને અમદાવાદના કેટલાક ડેવલપર્સ પોતાના પ્રોજેક્ટમાં નવતર પ્રયોગ કરીને, પોતાના ગ્રાહકોને પાર્કિંગ કરવાની સમસ્યામાંથી મુક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અમદાવાદના જાણીતા શ્રી સિદ્ધિ ગ્રુપ, જગતપુર ગામે, એસ.જી. હાઈવે નજીક આવેલા ગણેશ ગ્લોરી-11 કોમર્શિયલ પ્રોજેક્ટમાં ટુ વ્હીલરનું પાર્કિંગ પણ અલગથી આપવામાં આવી રહ્યું છે. જે રીતે ફોર વ્હીલરનું પાર્કિંગ એલોટ કરીને આપવામાં આવે છે, તે જ રીતે ટુ વ્હીલરનું પાર્કિંગ પણ એલોટ કરીને આપવામાં આવે. જેથી, ઓફીસ/દુકાન ખરીદનારને ટુ વ્હીલરના પાર્કિંગની પણ ઝંઝટમાં પડવું ન પડે.

શ્રી સિદ્ધિ ગ્રુપના ડાયરેક્ટર જસ્મીન પટેલે, બિલ્ટ ઈન્ડિયા મેગેઝિનને જણાવ્યું હતું કે, આ પ્રકારનો પ્રયોગ ગુજરાતમાં પ્રથમવાર શ્રી સિદ્ધિ ગ્રુપ કરી રહ્યો છે અને જેનો લોકો તરફથી સારો પ્રતિભાવ મળી રહ્યો છે.

નોંધનીય છેકે, તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીવરફ્રન્ટ પર એકીસાથે 1000 કાર પાર્ક કરી શકાય તેવું વિશાળ અને બહુમાળીય કાર પાર્કિંગ ઝોન નિર્માંણ કરવામાં આવ્યો છે. આ રીતે સરકારશ્રી અને ખાનગી ડેવલપર્સ પાર્કિંગની સમસ્યાનું નિરાકરણ કરી રહ્યા છે જે સરાહનીય બાબત છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close