GovernmentNEWS
સ્વામિત્વ યોજના અંતર્ગત, ગ્રામિણ વિસ્તારોનાં મકાનોનું થશે મેપિંગ અને ડ્રોન શૂટિંગ- વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 75 મા સ્વતંત્રતા દિવસના સંબોધનમાં સ્વામિત્વ યોજના અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, દેશમાં ગ્રામિણ વિસ્તારોમાં રહેલી જમીનો અંગે અનેક પેઢી સુધી કોઈ જ કામો થયાં નથી. પોતે જમીનના માલિકો હોવા છતાં, પણ ઘણીવાર તેને તે જમીન પર કોઈ જ લોન પણ મળતી નથી. આ સ્થિતિને સુધારા ભારત સરકાર સ્વામિત્વ યોજના લાવી છે. દેશના તમામ ગામડાંઓમાં આવેલા મકાનો, જમીનોને માલિકીપણાનો હક્ક આપવા ભારત સરકાર દ્વારા સમગ્ર દેશના ગામડાંનાં ઘરો અને ગામને ફરતે આવેલી સરહદનું ડ્રાન કેમેરા દ્વારા શૂટિંગ કરવામાં આવી રહી છે. તેનું મેપિંગ કરવામાં આવી રહ્યું છે. આ યોજના ન માત્ર ગામડાંઓના ઘરોનું હક અપાશે પરંતુ, તેના પર બેંક લોન પણ મળશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
10 Comments