વૈષ્ણોદેવી સર્કલ અંડર પાસ બ્રીજનું કામ ડિસેમ્બર સુધી પૂર્ણ થશે
Vaishnodevi Under Pass bridge to complete in December
ટ્રાફિકથી ધમધમતો એસ. જી. હાઈવે પરના વૈષ્ણોદેવી સર્કલ નિર્માંણ પામનાર અંડર પાસ બ્રીજનું કામ આગામી ડીસેમ્બર મહિનામાં પૂર્ણ થઈ જશે. આ અંડર પાસ બ્રીજ પરનો ફ્લાય ઓવર બ્રીજનું લોકાર્પણ તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરાયું છે. અને હાલ લોકો માટે ખુલ્લો મૂકાયો છે. આ ફ્લાયઓવરથી હાલ ટ્રાફિક સુચારુ થઈ ગયું છે. પણ જ્યારે વૈષ્ણોદેવી સર્કલનો અંડર પાસ બ્રીજનું લોકાર્પણ પામશે ત્યારે એસ. જી હાઈ પર ટ્રાફિક ખૂબ સરળ બની જશે.
31 કરોડના ખર્ચે તૈયાર થવા જઈ રહેલો વૈષ્ણોદેવી સર્કલ અંડર પાસ બ્રીજ નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા અંતર્ગત નિર્માંણ પામી રહ્યો છે. જેથી, એનએચઆઈના અધિકારીઓના જણાવ્યાનુસાર, આ અંગેનું ફંડ ઔડા દ્વારા મળ્યું છે અને તેનું કામ શરુ કરી દેવામાં આવ્યું જેથી, આગામી ડિસેમ્બર મહિનામાં આ બ્રીજનું કામ પૂર્ણ થઈ જશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા ન્યૂઝ. સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.
10 Comments