GovernmentInfrastructureNEWS
રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો-ટોલ પ્લાઝા પર લગાવાશે સોલાર પેલન અને ઉત્પાદન કરશે સોલાર એનર્જી
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયે રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ હાઈવે પર જ્યાં શક્ય હોય તેવા સ્થળો પર સોલાર પેનલ લગાવીને સોલાર એનર્જીનું ઉત્પાદન કરવાનો નિર્ણય લીધો છે. જે માટે રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયે EESL અને પાવર મંત્રાલય સાથે MOU સાઈન કર્યાં છે. આ નિર્ણયના પગલે, રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ પર સોલાર પેનલ લગાવી શકાય તેવા સ્થળોની શોધ શરુ કરી દીધી છે. જેમાં તમામ હાઈવેના ટોલ પર સોલાર પેનલ લગાવવામાં આવશે. જેમાં નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાની માલિકીની તમામ બિલ્ડિંગોના રુપ પર સોલાર પેનલ લગાવવામાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
6 Comments