ગુજરાત સરકારે, રાજ્યના ગામોનો સર્વાંગી વિકાસ સાધવા “વતન પ્રેમ યોજના”ની જાહેરાત કરી
Vatan Prem Yojana in Gujarat
આજે ગુજરાત સરકારને પાંચ પૂર્ણ થયા છે. જેના ભાગરુપે, ગુજરાત સરકાર વિકાસ દિવસ અંતર્ગત પાટનગર ગાંધીનગરમાં વિવિધ વિકાસના કામોના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં ગુજરાત સરકાર ગુજરાતના 18000 વધુ ગામડાંઓનો વિકાસ સાધવા માટે “વતન પ્રેમ યોજના”નું લોકાર્પણ કર્યું છે. આ યોજનાનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી અમિત શાહના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી પણ ઉપસ્થિત રહ્યા છે.
ગુજરાત સરકાર વતન પ્રેમ યોજના અંતર્ગત ગુજરાતના તમામ ગામડાંઓનો સર્વાંગી વિકાસ સાધવાનો પ્રયાસ કરવા જઈ રહી છે. આ યોજના અંતર્ગત ગામડાંમાંથી ભણીગણીને વિદેશ કે દેશના અન્ય શહેરોમાં સ્થાયી થયેલા પૈસાદાર માણસોને પોતાના વતનનો વિકાસ સાધવા સહાય કરશે. જેમાં ગુજરાત સરકાર સબસીડી આપશે.
શું છે યોજના ?
આ યોજના દ્વારા વતન પ્રેમીઓને માતૃભૂમિનું ઋણ ચૂકવવાની ઉત્તમ તક
વતન પ્રેમ યોજના હેઠળ 12 જેટલા અલગ-અલગ કાર્યો કરી શકાય છે.
વતન પ્રેમ યોજના સોસાયટી અંતર્ગત રાજ્ય કક્ષાએ Escrow બેન્ક એકાઉન્ટ તથા જિલ્લા કક્ષાએ વતન પ્રેમ યોજના સોસાયટી હેઠળ બેન્ક એકાઉન્ટ ખોલવાનું રહેશે.
યોજના હેઠળ 60 ટકા રકમ વતન પ્રેમી દ્વારા ચૂકવવામાં આવે છે અને બાકીની 40 ટકા રકમ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.
આ યોજનાના કામો માટે વતન પ્રેમ સોસાયટી દ્વારા પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટીની રચના કરવામાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
8 Comments