GovernmentInfrastructureNEWS
NHAI ના દેવામાં વધારો, માર્ચ-2021 સુધી દેવું પહોચ્યું 3.06 લાખ કરોડે
NHAI's total borrowing arrival at 3,04 lakh crore

નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાનું દેવું વધ્યું, નિતીન ગડકરીએ સંસદમાં આપેલી માહિતી મુજબ, માર્ચ-2021 સુધી નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાનું દેવું 3,06,704 કરોડ રુપિયા પહોચ્યું છે. જે માર્ચ-2017માં 74,742 કરોડ રુપિયા હતું. સોમવારના રોજ સંસદભવનમાં કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નિતીન ગડકરીને પૂછેલા સવાલના જવાબમાં નિતીન ગડકરીએ માહિતી આપી હતી.

વધુમાં ગડકરીએ જણાવ્યું હતું કે, નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ વર્ષ 2020-21 દરમિયાન કુલ 18,840 કરોડ રુપિયા વ્યાજ ચૂક્યું છે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, 140 જેટલા આર્બિટેટર કેસો પેન્ડિંગ પડ્યા છે. જેની કિંમત 91,875 કરોડ રુપિયા થાય છે. તો, 240 કેસો કોર્ટમાં છે. જેની કિંમત 21,601 કરોડ રુપિયા થાય છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.
18 Comments