ગુજરાતનું કચ્છના ધોળાવીરા હવે વર્લ્ડ હેરિટેજ સાઈટ બની. આંતરરાષ્ટ્રીય પ્રવાસનનું બનશે ડેસ્ટિનેશન.
ગુજરાતના કચ્છમાં આવેલા પુરાતન વિરાસત એવા ધોળાવીરાને હવે વલ્ડ હેરીટેજનો દરજ્જો મળી ચુક્યો છે. આ અંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી. આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવવા યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેના નોમિનેશન માટે ડોઝિયર મોકલ્યું હતુ. આ સાઇટને યુનેસ્કોના પ્રતિનીધીઓએ આખરે વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપતા હવે ધોળાવિરાને વૈશ્વિક ઓળખ મળશે.
યુનેસ્કો હેરિટેજ સાઇટ જાહેર કરાઈ
ભારત સરકારે ગયા વર્ષે ધોળાવીરાને યુનેસ્કોને વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે સામેલ કરવા ડોઝિયર મોકલ્યું હતું, ત્યારબાદ યુનેસ્કોની ટીમ ધોળાવીરા આવીને હેરીટેજ સાઇટનું નિરીક્ષણ પણ કર્યું હતું. ધોળાવીરાને યુનેકસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો હોવાની જાહેરાત રાજયના મુખ્યપ્રધાને ટ્વીટ દ્વારા જણાવ્યું હતું. આ જાહેરાતને પગલે કચ્છના નામે વધુ એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થવાની દિશાની શરૂઆત થઇ છે.
4 Comments