InfrastructureNEWS

મોટેરાથી મહાત્મા મંદિરના સુધીના 5.42 કિમી રૂટનું કામ ચાલુ, PDPUનો સમાવેશ કર્યો.

મોટેરાથી મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હાલ કોબા સર્કલથી લઈને ગાંધીનગર સુધીના રસ્તાઓ પર અનેક જગ્યાએ મેટ્રોની કામગીરીનાં પાટિયાં જોવા મળે છે, જેમાં સુઘડ, ગિફ્ટ સિટી, ધોળાકૂવા પાસે, પીડીપીયુ રોડ પર હાલ પીલર ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-2માં આ કામગીરી થઈ રહી છે. જેમાં મેટ્રોના ફેઝ-1માં એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ સુધીના નોર્થ-સાઉથ કોરિડોરને લંબાવીને ફેઝ-2માં મહાત્મા મંદિર સુધી લઈ જવામાં આવશે. મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી 22.84 કિલોમીટર એલિવેડેટ કોરિડોર અને 20 એલિવેટેડ સ્ટેશન બનાવાશે. સાથેસાથે જીએનએલયુથી પીડીપીયુ થઈ ગિફ્ટ સિટી સુધીના 5.42 કિલોમીટર રૂટ અને 2 એલિવેટેડ સ્ટેશનની કામગીરી થશે. મેટ્રોના ફેઝ-2ની આ કામગીરી માર્ચ, 2024 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે જાન્યુઆરીમાં જ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદ મેટ્રો ફેઝ-2નું ભૂમિપૂજન કર્યું હતું. ફેઝ -2નાં કામમાં રૂપિયા 5,384 કરોડનો ખર્ચનો અંદાજ છે. મેટ્રો ફેઝ-2ને કેન્દ્રિય કેબિનેટ દ્વારા ફેબ્રુઆરી-2019માં મંજૂરી અપાઈ હતી, જે બાદ જૂન-2019માં ગાંધીનગરમાં રોડ નં-5 સહિતના સ્થળોએ મેટ્રો પ્રોજેક્ટને લઈને સોઈલ ટેસ્ટિંગની કામગીરી પણ કરવામાં આવી હતી.

સ્પીડ 90ની પણ દોડશે 80ની ઝડપે
મેટ્રો ટ્રેનની ડિઝાઈન પ્રમાણે તેની મેક્સિમમ સ્પીડ 90ની છે પરંતુ મેટ્રો 80 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડશે. તેની એવરેજ સ્પીડ 33 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ સાથે દરેક સ્ટેશન પર ટ્રેન 30 સેકન્ડ માટે ઊભી રહેશે. એટલે 20 સ્ટેશન પર ઉભા રહેતા અંદાજે 10 મિનિટનો સમય અને મેક્સિમમ 80ની સ્પીડ ગણો તો પણ મોટેરાથી મહાત્મા મંદિર સુધીના 22.83 કિલોમીટર આવતા 15 મિનિટથી વધુ સમય લાગે તે નક્કી છે. એટલે કહીં શકાય કે મોટેરાથી મહાત્મા મંદિર સુધી આવતા 30 મિનિટનો સમય લાગે તેમ છે.

મેટ્રો ફેઝ-2માં રૂટ અને સ્ટેશનો
મોટેરાથી મહાત્મા મંદિર : કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જૂના કોબા, કોબા ગામ, જીએનએલયુ, રાયસણ, રાંદેસણ, ધોળાકૂવા સર્કલ, ઇન્ફોસિટી, સેક્ટર-1, સેક્ટર-10એ, સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24, મહાત્મા મંદિર.

રોજના 99 હજાર પ્રવાસીનો અંદાજ
મેટ્રોના સમગ્ર પ્રોજેક્ટમાં ટ્રાફિક ફોરકાસ્ટને પણ ધ્યાને લેવાયું છે, જેમાં હાલના સમયે મોટેરાથી મહાત્મા મંદિરના રૂટ પર રોજના 99 હજાર જેટલા લોકોની અવરજ રહેતી હોવાનો અંદાજ છે. આ રૂટ પર 2031માં દૈનિક દોઢ લાખ, 2041માં દૈનિક સવા બે લાખ અને 2051માં દૈનિક પોણા ત્રણ લાખ લોકોની અવર-જવર રહેવાનો અંદાજ લગાવાયો છે.

સૌજન્ય- દિવ્ય-ભાસ્કર, ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

8 Comments

  1. Pingback: look at here
  2. Pingback: sex girldie
  3. Pingback: online videos
  4. Pingback: Pretty Gaming
Back to top button
Close