ભારતમાં ગ્લોબલ ગ્રીન સેક્ટરમાં 20 ટકા નવી નોકરીઓની તકો
• જોબ માર્કેટને ગ્રીન પાવર, રિન્યુએબલ એનર્જીમાં 2025 સુધી 15 લાખ નવી રોજગારી
ગ્રીન એનર્જી અર્થાત રિન્યુએબલ એનર્જી સેક્ટર ભારતમાં ઝડપથી વિકસી રહ્યુ છે. જાહેર અને ખાનગી રોકાણમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. જેના લીધે દેશમાં રોજગાર વધી રહ્યા છે. ઈન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સીના જણાવ્યા અનુસાર, 2025 સુધી દેશનુ ગ્રીન એનર્જી સેક્ટર 15 લાખ નવા રોજગારનુ સર્જન કરશે. એજન્સીના આંકડાઓ મુજબ, 2030 સુધી આ સેક્ટરમાં 30 લાખ નવી નોકરીઓ શરૂ થઈ શકે છે.
સ્થાપિત રિન્યુએબલ એનર્જી મામલે ભારત વિશ્વમાં ચોથા સ્થાને છે. નેશનલ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન એન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન એન્ડ કાઉન્સિલ ઓન એનર્જી એનવારમેન્ટ એન્ડ વોટરના રિપોર્ટ અનુસાર, ભારતમાં 2014થી 2019 દરમિયાન રિન્યુએબલ એનર્જી સેગમેન્ટમાં નોકરીઓ પાંચગણી વધી છે. આગામી વર્ષમાં તે વધુ ઝડપથી વધવાનો આશાવાદ છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ મુજબ, 2022 સુધી દેશમાં રિન્યુએબલ એનર્જી સેગમેન્ટમાં 3 લાખ નવી નોકરીઓનુ સર્જન થશે.
ભારતમાં હાલ કુલ ઉર્જા ઉત્પાદનમાં સૌર અને પવન ઉર્જાનો હિસ્સો 10-10 ટકા છે. સોલર પાવર જનરેશન ડિસેમ્બર-2020ના ત્રિમાસિક સામે 2021ના પ્રથમ ત્રિમાસિકમાં 23 ટકા વૃદ્ધિ થઈ છે. વાર્ષિક ધોરણે તેમાં 14 ટકા વધારો નોંધાયો છે. 2020-21માં સોલર પાવર જનરેશન 21 ટકા વધ્યુ છે. ભારતમાં હાલ ઉત્પાદિત વીજમાં 30 ટકા હિસ્સો ગ્રીન એનર્જી ઉત્પાદિત એનર્જીનો છે. 2030 સુધી આ હિસ્સો 60-65 ટકા થશે. જેની સરેરાશમાં નોકરીઓ વધવાનો છે.
ગ્રીન એનર્જી સેક્ટરમાં નોકરીઓની સંભાવના
એભારતમાં 2014થી 2019 દરમિયાન રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં નોકરીઓ પાંચગણી વધી છે. જેને વેગ મળવાની સંભાવના છે.,– નેશનલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન એન્ડ કાઉન્સિલ ઓન એનર્જી એનવારમેન્ટ એન્ડ વોટર, 2022 સુધી ભારતમાં રિન્યુએબલ સેગમેન્ટમાં 3 લાખ નવા રોજગાર સર્જાશે, -ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન, 3. રિન્યુએબલ એનર્જી, વેસ્ટ મેનેજમેન્ટ, ગ્રીન ટ્રાન્સપોર્ટ, અર્બન ફાર્મિંગ જેવા સેગમેન્ટમાં સતત નવી નોકરીઓનુ પ્રમાણ વધ્યુ છે. રિન્યુએબલ એરન્જી સેક્ટરમાં 2030 સુધી 30 લાખ નવી નોકરીઓ જોડાશે.
રોજગારમાં વૃદ્ધિ દર 12 ટકા જેટલો રહી શકે છે
મોટા હાઈડ્રોપાવર પ્રોજેક્ટ સિવાય છેલ્લા થોડા વર્ષમાં ગ્રીન એનર્જી સેક્ટરમાં રોજગારી 12 ટકાના દરે વધી છે. વિશ્વમાં ગ્રીન એનર્જીના સેગમેન્ટમાં જારી નવી નોકરીઓમાંથી આશરે 20 ટકા ભારતમાં પેદા થઈ રહી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર
10 Comments