HousingNEWS

રિયલ એસ્ટેટમાં છેતરપિંડીની ફરિયાદો પર કાર્યવાહી શરુ થઈ રેરાએ 4 વર્ષમાં રિયલ એસ્ટેટ સંબંધિત કુલ 65539 ફરિયાદોનું નિવારણ કર્યું

ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 26,510 ફરિયાદો ઉકેલવામાં આવી
રિયલ એસ્ટેટ રેગ્યુલેટર રેરાએ છેલ્લા ચાર વર્ષમાં વિભિન્ન રાજ્યોમાંથી નોંધાયેલી 65 હજારથી વધુ ફરિયાદોનું નિવારણ કર્યુ છે. મીડિયા સુત્રો અનુસાર, રેરાની આ ગતિવિધીથી ખરીદદારોનો રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં વિશ્વાસ ફરી એક વાર વધ્યો છે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના આંકડા અનુસાર, 24 એપ્રીલ, 2021 સુધી કુલ 65539 ફરિયાદો રેરાએ ઉકેલી છે. જેમાં ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 26510 ફરિયાદો ઉકેલાઈ છે.

ત્યાર બાદ હરિયાણા 13269 મહારાષ્ટ્રની 9265 ફરિયાદો સાથે ક્રમશ: બીજા અને ત્રીજા ક્રમે છેય પ્રોપર્ટી કન્સલ્ટન્ટન્સી ફર્મ એનારોકના પ્રેસિડેન્ટ અનુજ પુરીએ જણાવ્યુ હતુ કે, રેરાનો મુખ્ય ઉદ્દેશ રિયલ એસ્ટેટના ગ્રાહકોની ફરિયાદોનુ સમાધાન કરવાનો હતોય એવામાં છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ ફરિયાદોનુ નિવારણ કરવુ પ્રશંસનીય છે.

63,583 પ્રોજેક્ટ રેરામાં રજિસ્ટર્ડ, 13% ગુજરાતના
રેરા અંતર્ગત રજિસ્ટર્ડ પ્રોજેક્ટની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં 24 એપ્રીલ સુધી 63,583 પ્રોજેક્ટ રજિસ્ટર થયા છે. જેમાં મહારાષ્ટ્રનો હિસ્સો 45 ટકા છે. ગુજરાત 13 ટકા હિસ્સા સાથે બીજા ક્રમે જ્યારે મધ્ય પ્રદેશ અને કર્ણાટક 6-6 ટકા અને ઉત્તરપ્રદેશનો 5 ટકા હિસ્સો છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close