HousingNEWS

પ્રાઈમ પ્રોપર્ટી:પ્રાઈમ ગ્લોબલ સિટીઝ ઈન્ડેક્સમાં બેંગ્લુરુ ચાર ક્રમ ઘટી 40માં સ્થાને

2021ના ​​પ્રથમ ત્રિમાસિકમાં પ્રાઇમ ગ્લોબલ સિટીઝ ઈન્ડેક્સમાં, બેંગલુરુ ચાર સ્થાનેથી ઘટીને 40માં સ્થાને પહોંચ્યુ છે. 2020ના ચોથા ત્રિમાસિકમાં દેશની સિલિકોન વેલી તરીકે જાણીતુ આ શહેર 36માં ક્રમે હતું. આંતરરાષ્ટ્રીય પ્રોપર્ટી કન્સલ્ટન્સી ફર્મ નાઈટ ફ્રેન્કના અહેવાલ મુજબ, બેંગ્લોરની પ્રાઈમ રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ભાવ વાર્ષિક ધોરણે 2.7% ઘટ્યા છે.

આનાથી રેન્કિંગમાં ઘટાડો થયો છે. માર્ચ 2021ના ​​પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન, બેંગલુરુનું પ્રીમિયમ માઇક્રો-માર્કેટની કેપિટલ વેલ્યૂ વાર્ષિક ધોરણે 0.6% ઘટી હતી, જેનો ભાવ રૂ. 19,200 ચોરસ વર્ગફૂટ હતો.

બીજી બાજુ, નવી દિલ્હી અને મુંબઇ 1-1 ક્રમ ઘટી અનુક્રમે 32 અને 36માં સ્થાને પહોંચ્યા છે. અગાઉ, ડિસેમ્બર 2020ના ત્રિમાસિકમાં તેના રેન્કિંગ અનુક્રમે 31 અને 35 હતી. રિપોર્ટ અનુસાર, દિલ્હીમાં પ્રતિ ચોરસ ફૂટની સરેરાશ કિંમત રૂ. 33,572 સાથે વાર્ષિક ધોરણે દિલ્હીના પ્રાઈમ રેસિડેન્શિયલ માર્કેટના કેપિટલ વેલ્યૂમાં કોઈ ફેરફાર થયો નથી.

પ્રાઈમ રેસિ. પ્રોપર્ટીના વેચાણો વધશે
દેશની પ્રાઈમ રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ભાવ 2021ના પ્રથમ ત્રિમાસિકમાં ઘટ્યા હતા. તેની પાછળના મુખ્ય પરિબળો મહામારીની બીજી લહેર અંગે અનિશ્ચિતતાઓ, કેપિટલ માર્કેટમાં લિક્વિડિટી વધતાં, મકાનોના સપ્લાયમાં વિલંબ જેવા જવાબદાર હતા. કોરોના કાળમાં કંપનીઓએ પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપી રહ્યા છે. એવામાં ભારતમાં પ્રાઈમ રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ભાવ વધવાનો અંદાજ છે. > શિશિર બૈજલ, સીએમડી, નાઈટ ફ્રેન્ક ઈન્ડિયા

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

10 Comments

  1. Pingback: b52club
  2. Pingback: cumshot
  3. Pingback: lsm44
  4. Pingback: kc9
  5. Pingback: mostbet
  6. Pingback: jili slot
Back to top button
Close