GovernmentInfrastructureNEWS
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે ગોતા-ઝાયડ્સ સર્કલ ફ્લાયઓવર બ્રિજનુ જાતનિરીક્ષણ કર્યું.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને રોડ અને બિલ્ડિંગ મંત્રાલયના મંત્રી નિતીન પટેલે ગુજરાતના લાંબામાં લાંબો ફ્લાયઓવર બ્રિજનું જાત નિરીક્ષણ કરી અને બ્રિજનું કામ ક્યાં સુધી પહોંચ્યું તેનું અવલોકન કર્યું હતું, જે દરમિયાન બ્રિજ નિર્માંણ કરતી કસ્ટ્રક્શન કંપનીના અધિકારીઓ અને રોડ અને બિલ્ડિંગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
નોંધનીય છેકે અમદાવાદ શહેરના ધમધમતા એસ.જી હાઈવે પર નિર્માંણ પામી રહેલા 4.2 કિલોમીટરના લાંબા ફ્લાયઓવર બ્રિજનું નિર્માંણ કાર્ય પુરજોસમાં ચાલી રહ્યું છે, અંદાજે 70 ટકા કામ પુરુ થયું છે જેથી આવનારા 6 મહિનામાં બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
20 Comments