HousingNEWS

ડાયા ફ્રામ વૉલ બનાવો અને ભેખડ પડવાની ઘટનાઓ ઘટાડો- ડેવલપર્સ

કંસ્ટ્રક્શન સેક્ટરમાં ખોદાણકામ એક અભિન્ન અંગ છે. જેમાં વર્ષે બે કે ત્રણ ભેખડ પડવાની ઘટનાઓ બને છે. મજૂરો મોતના થાય છે. તો આવી ઘટનાઓ ના સર્જાય તે માટે બેઝમેન્ટમાં ડાયા ફ્રાર્મ વોલ નિર્માંણ કરવી જરુરી છે તેવું ડેવલપર્સ કહી રહ્યા છે.

નારેડકોના પ્રમુખ અને અમદાવાદના સૂર્યા ગ્રુપના એમડી સુરેશ પટેલ ડાયા ફ્રામ વોલ અંગે જણાવે છેકે, દરેક ડેવલપરે બે કે તેથી વધારે બેઝમેન્ટનું ખોદાણ કરવાનું હોય ત્યારે ડાયા ફ્રામ વોલ નિર્માંણ કરવાનો આગ્રહ રાખવો જોઈએ, કારણ કે, ઘણીવાર મહાનગરપાલિકા, અર્બન ઓથોરીટી દ્વારા શહેરોમાં ગટર લાઈન, પાણીની પાઈપ ઈન્ટોલ કરવામાં આવી હોય ત્યારે, તેમાં પણ કેટલીક ખામી રહેલી હોય છે. જેથી, આપણે સાવચેતીઓ રાખવી જરુરી છે.
આ ઉપરાંત, દરેક ઈન્ડસ્ટ્રીઝ માટે મજૂરોનું ખુબ જ મહત્વ છે. જેના કારણે મજૂરોની સેફ્ટી રાખવી એ દરેક વ્યવસાયકારની ફરજ છે. ડેવલપર્સ અને કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા વ્યવસાયકારોએ આ અંગે મજબૂત નિર્ણય લેવો જોઈએ.


અમદાવાદના શિવાલિક ગ્રુપના એમડી તરલ શાહ જણાવે છેકે, અમદાવાદમાં હાઈ રાઈઝ બિલ્ડિંગ નિર્માંણ પામી રહ્યાં છે. તે દરમિયાન બેઝમેન્ટના નિર્માંણમાં ભેખડ ધસી પડવાની ઘટનાઓ સર્જાતી જોવા મળે છે. પરંતુ, ડાયા ફ્રામ વોલ નિર્માંણ કરવામાં આવે તો, આ પ્રકારની ઘટનાઓમાં ઘટાડો થાય. જેથી, સૌ ડેવલપરે ડાયા ફ્રામ વોલ નિર્માંણ કરવાની ટેવ પાડવી જરુરી છે. કંસ્ટ્રક્શન સેક્ટર હોય કે અન્ય ક્ષેત્ર હોય પણ મજૂરો દરેક ઈન્ડસ્ટ્રીઝ માટે મહત્વના છે, જેથી તેમની કાળજી લેવી તે દરેક વ્યવસાયકારની ફરજ છે.
વધુમાં તેઓ જણાવે છેકે, અમદાવાદમાં પ્રથમવાર ડાયા ફ્રામ વોલ શિવાલિક ગ્રુપે 2015માં, ઈસ્કોન ફ્લાયઓવર બ્રીજ નજીક આવેલા શિવાલિક-શિલ્પ પ્રોજેક્ટમાં નિર્માંણ કરી હતી. જેમાં ત્રણ બેઝમેન્ટ હતા. ડાયા ફ્રામ વોલના ખર્ચની વાત કરીએ તો, પ્રોજેક્ટના કુલ ખર્ચની તુલનામાં અંદાજિત 5 ટકા ખર્ચ થાય છે. જોકે, ડાયા ફ્રામ વોલ નિર્માંણ કરવાથી ચોક્કસપણે પ્રોજેક્ટની મજબૂતાઈ, મજૂરોની સેફ્ટી જેવા ફાયદા થાય છે.

અમદાવાદના સિન્થેસિસ ગ્રુપના ડાયરેક્ટર ઉમેશ પટેલ જણાવે છેકે, ખોદાણ દરમિયાન ભેખડ પડવાની ઘટનાઓમાં ઘટાડો કરવા માટે દરેક ડેવલપર્સે ફરજિયાતપણે ડાયા ફ્રામ વોલ નિર્માંણ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. કારણ કે, જ્યારે પણ અકસ્માત સર્જાય છે ત્યારે તેનો ઉકેલ લાવવામાં જે સમય, ખર્ચ અને હેરાનગતિ થાય છે. તેનો કરતા ડાયા ફ્રામ વોલ નિર્માંણ કરવી ખરેખર સસ્તી પડે છે. આખા પ્રોજેક્ટની તુલનામાં ડાયા ફ્રામ વોલનો ખર્ચ વધારે થતો નથી. એક અંદાજ મુજબ, 1000 વારનો પ્લોટ હોય અને બે બેઝમેન્ટ હોય તો, ડાયા ફ્રામ વૉલનો ખર્ચ 1 કરોડ રુપિયા થાય છે. આમછતાં, જો ડાયા ફ્રામ વૉલ મોંઘી પડતી હોય તો, જે બાજુ પર રોડ પડતો હોય અથવા તો રહેણાંક ફ્લેટ આવતો હોય ત્યાં ડાયા ફ્રાર્મ વૉલ નિર્માંણ કરો. અને બાકીના ભાગમાં રીટેઈનિંગ વૉલ કે શોર્ટ ક્રટિંગ ટેકનિક દ્વારા વૉલ નિર્માંણ કરો. તો ચોક્કસપણે, ખર્ચ પણ ઘટશે અને સેફ્ટી પણ વધશે. અંતે માનવજીવનથી મોંઘું કસુ જ નથી. એવું વિચારીને, દરેક ડેવલપર્સે પ્રોજેક્ટ અને મજૂરોના હિત માટે ડાયા ફ્રામ વોલ નિર્માંણ કરવી જરુરી છે.

ગાંધીનગર ગાંધીનગરના વિનાયક ગ્રુપના એમડી વિક્રાંત પુરોહિત જણાવે છેકે, ડાયા ફ્રામ વોલ ફરજિયાતપણે નિર્માંણ કરવી જ જોઈએ. પ્રોજેક્ટ પ્લાન મંજૂર દરમિયાન જ ડાયા ફ્રામ વોલ નિર્માંણ કરવાનો પ્લાન પણ મંજૂર કરવો જોઈએ. તે દરમિયાન પ્રોજેક્ટની ચારેય દિશાના ફોટાગ્રાફ પણ લેવા જોઈએ. ડાયા ફ્રામ વોલનો ખર્ચ એક અકસ્માત વીમો સમજીને ખર્ચ કરવો જોઈએ. તેમાં કોઈ જ ડેવલપરે પોતાનું હિત ન જોવું જોઈએ. ત્યાં માત્ર સાઈટ પર કામ કરતાં મજૂરોનું હિત જોવું જોઈએ. જ્યારે ઘટના ઘટે છે ત્યારે, આપણો પ્રોજેક્ટ બે-ત્રણ મહિના વિલંબમાં પડે, પોલીસ કેસ થાય, મજૂરોના પરિવારને વળતર ચુકવવું પડે અને વળી માર્કેટમાં શાખ ખરાબ થાય. આવી અનેક સમસ્યાઓમાંથી મુક્ત થઈને, ડાયા ફ્રામ વોલ નિર્માંણ કરવામાં સમજદારી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close