GovernmentNEWS
હાઈવેના 1KMની જમીનના બદલે 1 લાખ રૂ. માંગ્યા, કંપની પર દબાણ મૂકવા 6 મહિના ખેડૂતોનું વળતર અટકાવ્યું
- ભારતમાલા પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની જવાબદારી પિંકી મીણાને અપાઈ હતી
- કંપનીના કામ વારંવાર સ્થગિત કરાતા તેઓએ પિંકી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી
- ACBએ આ ઘટના પર 4 હજાર પાનાની ચાર્જશીટ બનાવી છે
- ACBએ તમામ પુરાવાઓની તપાસ કર્યાપછી પિંકી મીણાની ધરપકડ કરી હતી
- મનીશ અગ્રવાલ અને પિંકી મીણાને હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે
રાજસ્થાનના બાંદિકુઇના તત્કાલીન SDM પિંકી મીણાએ હાઇવે બનાવતી કંપની પાસેથી પ્રત્યેક કિલોમીટર માટે એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી. પહેલા હપ્તામાં તેણે 6 લાખ રૂપિયા માંગ્યા હતા. ત્યારપછી તેણીએ લાંચની રકમ વધારીને 10 લાખ રૂપિયા કરી દીધી હતી. અન્ય વિભાગમાં કાર્ય કરતા દૌસાના SDMના પુષ્કર મિત્તલે લાંચની રકમ વધારીને 10 લાખ કરી હતી, જે વાતની જાણ પિંકીને થતા તેણીએ પણ વધું લાંચની માગણી કરી હતી.
ACBએ આ ઘટના પર 4 હજાર પાનાની ચાર્જશીટ બનાવી છે. ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર, પિંકીએ 6 મહિના સુધી ખેડૂતોને મળી રહેલા વળતરની રકમને અટકાવી હતી, જેના કારણે તેઓ કંપની પર લાંચ આપવા માટે વધુ દબાણ મૂકી શકે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર
15 Comments