HousingNEWS

બેઝમેન્ટના નિર્માંણ દરમિયાન ડેવલપર્સે તકેદારી રાખવી જરુરી – સુરેશ પટેલ, ચેરમેન, ક્રેડાઈ સુરત ચેપ્ટર.

આ અંગે ક્રેડાઈ સુરત ચેપ્ટરના ચેરમેન સુરેશ પટેલે બિલ્ટ ઈન્ડિયા મેગેઝિન સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સુરતમાં માટી સેન્ડી છે. જેથી, ઘણીવાર સુરતમાં ભેખડ પડવાની ઘટનાઓ ઘટે છે. પરંતુ, ચોક્કસપણે,આ પ્રકારની ઘટના ન થાય તે માટે દરેક ડેવલપર્સ કે કંસ્ટ્રક્શન વ્યવસાય સાથે જોડાયેલા વ્યવસાયકારોએ તકેદારી રાખવી જોઈએ. જ્યારે પણ બેઝમેન્ટનું ખોદાણ થતું હોય ત્યારે ખૂબ જ ધ્યાન રાખવું પડે તેમજ અંદાજિત 500 ફૂટનું ખોદાણ કરવામાં તેને તબક્કાવાર ખોદાણ કરવામાં આવે તો આ પ્રકારની ઘટનાઓ બનતી અટકી શકે.
ડાયા ફોર્મ વૉલ અંગે સુરેશ પટેલે જણાવ્યું હતું કે, ડાયા ફોર્મ વૉલનું નિર્માંણકાર્ય કોસ્ટલી પડે. આમછતાં, સુરતમાં અંદાજિત 90-95 ટકા ડેવલપર્સ હાઈ રાઈઝ પ્રોજેક્ટ હોય ત્યારે ડાયા ફોર્મ વોલ નિર્માંણ કરે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close