Civil EngineeringCivil TechnologyHousingNEWS

કંસ્ટ્રક્શન સાઈટ ભેખડ પડવાની ઘટનાઓથી બચાવ માટે નિષ્ણાંતો મંતવ્યો

ગઈકાલે મંગળવારે હીરાનગરી સુરતમાં એક કંસ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડતાં, ચાર મજૂરોનાં મોત થયાં. જે ખરેખર દુ:ખની વાત છે. ત્યારે આ પ્રકારની ઘટનાઓ ફરી ન થાય તે માટે દરકે ડેવલપર્સ કે કંસ્ટ્રક્શન સેક્ટર સાથે જોડાયેલા વ્યવસાયકારોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ. તે અંગે, બિલ્ડિંગ અને કંસ્ટ્રક્શન સેક્ટરનું બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને, કેટલાક કંસ્ટ્રક્શન ટેક્નોલોજીના નિષ્ણાંતોનાં મતે શું તકેદારીઓ રાખવી જોઈએ. તો જાણીએ તેમનાં મંતવ્યો.

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર અને કંસ્ટ્રક્શન ટેક્નોલોજીના નિષ્ણાંત એવા ડૉ. એમ.એન. પટેલે બિલ્ટ ઈન્ડિયા મેગેઝિન સાથેની ટેલિફોનિક વાતમાં જણાવ્યું કે, પહેલાં તો કંસ્ટ્રક્શન સેક્ટરમાં આવી ઘટનાઓ ન બને તે માટે દરેક ડેવલપર્સે તકેદારીઓ રાખવી જરુરી છે. કંસ્ટ્રક્શન સાઈટ પર ખોદાણના પણ જીડીસીઆરના બાયલોઝને અનુસરવામાં આવે અને સાઈટનું ખોદાણકામ કરવું જોઈએ.

કંસ્ટ્રક્શન સાઈટ પર ખોદાણ કરતાં પહેલાં જમીનની કેપિસીટી અને ખોદાણ દરમિયાન આસપાસની જમીન પર કેટલું દબાણ આવશે તે પણ જાણવું જરુરી છે. અને હવે તો, કંસ્ટ્રક્શન ટેક્નોલોજી ખૂબ જ વિકસી છે જેમ કે, ડાયા ફાર્મ વોલ, શીપ પાઈલિંગ, જમીન ખોદાણ કરતાં દરમિયાન જમીન પર કેટલું દબાણ આવશે. આ પ્રકારની વિગતો આપણે પહેલાં કંસ્ટ્રક્શન ટેક્નોલોજીના માધ્યમથી જાણી શકીએ છીએ. જેથી, દરેક ડેવલપર્સે આ પ્રકારની ટેકનિકનો ઉપયોગ કરીને, સાઈટ પર થતી દુર્ઘટનાઓને ખાળવી જોઈએ.

અમદાવાદના જાણીતા સ્ટ્રક્ચરલ એન્જીનીયર અને ટોર્સન એન્જીનીયરીંગ એન્ડ કન્સલ્ટન્ટના ડાયરેક્ટર એવા વસંત સોની જણાવે છેકે, કંસ્ટ્રક્શન પ્રોજેક્ટ સાઈટ પર બેઝમેન્ટ માટે ખોદાણ કરવાનું હોય ત્યારે પહેલાં તો, સોઈલ ટેસ્ટિંગ ફરજિયાપણે કરાવવું પડે, ત્યાર બાદ, સોઈલ એન્જીનીયર અને સ્ટ્રક્ચરલ એન્જીનીયર બંને તેનું કોઓડીશન કરીને, તેને તબક્કાવાર ખોદાણ કરાવવું જોઈએ. તેમજ ખોદાણની પ્રાફાઈલ પણ જાણવી જરુરી છે. કારણ કે, ખોદાણ વર્ટીકલ કરવું કે હોરિઝોન્ટલ કરવું તે પણ ખૂબ જ મહત્વના પાર્ટ છે.
જો કંસ્ટ્રક્શનની આસપાસમાં રહેણાંક ફ્લેટ કે અન્ય બિલ્ડિંગ હોય તો ડાયા ફાર્મ વોલ નિર્માંણ કરવી ફરજિયાત બને છે. તેમજ સોઈટ સ્ટ્રીંચિગ પણ કરવું પડે છે. આ ઉપરાંત, સાઈટની આસપાસમાંથી, ડ્રેનેજની લાઈન નીકળે છે કે નહીં તે પણ ચોક્કસપણે તપાસ કરીને, ખોદાણ કામ કરવું પડે. જો દરેક ડેવલપર્સ આ પ્રકારનાં પગલાં લે તો, ચોક્કસપણે આપણે ભેખડ પડવાની ઘટનાઓ ઘટાડી શકીએ છીએ.

અદાણી એન્જીનીયરીંગ કોલેજના પ્રિન્સીપાલ એવા ડૉ. વી. એમ. પટેલ ના જણાવ્યાનુંસાર
કંસ્ટ્રક્શન સાઈટ પર ખોદાણ કરતાં પહેલાં ચોક્કસપણે, સોઈલ ટેસ્ટિંગ કરાવું પડે. ત્યારબાદ બેઝમેન્ટ માટે ખોદાણ કરવું જોઈએ. જમીનની સ્ટેબિલીટી અને તેની પ્રોફાઈલ જાણવાથી, ડેવલપર્સને પણ ફાયદો થાય છે. કારણ કે, પહેલાંથી જાણ થાય છે જેથી તેની તકેદારીનાં પગલાં લઈ શકાય છે. જો સોઈલ સ્ટેબિલીટી ન હોય તો ડાયા ફાર્મ વૉલ અથવા શીપ પાઈલિંગ કરાવું પડે છે. જો સાઈટના ખોદાણ પહેલાં આ પ્રકારની તકેદારીઓ લેવામાં આવે તો ચોક્કસપણે આપણે કોઈ દુઘર્ટના થતી અટકાવી શકીએ.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close