ગુજરાત સહિત દેશભરમાં માળખાકીય અને બિલ્ડિંગ સેક્ટરમાં વિકાસે હરણફાળ ભરી છે. પરંતુ, કંસ્ટ્રક્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં હજુ કંસ્ટ્રક્શન વ્યવસાયકારો પાછી પાની કરતા હોય તેમ લાગી રહ્યું છે.
અહીં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. કંસ્ટ્રક્શન સેક્ટરનું અભિન્ન ગણાતું ખોદાણકામની. ગુજરાતમાં શહેરી વિકાસ અને માળખાકીય સારો થઈ રહ્યો છે. હાલ, અમદાવાદ, સુરત, વડોદરા સહિત રાજ્યના મહાનગરોમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડિંગના યુનિક અને હાઈ રાઈઝ પ્રોજેક્ટ નિર્માંણ પામી રહ્યા છે. અને તેમાં કાર પાર્કિંગની સુવિદ્યા આપવા ઘણા પ્રોજેક્ટમાં 2-4 બેઝમેન્ટ આપવામાં આવી રહ્યાં છે. ત્યારે તેના બેઝમેન્ટના ખોદાણ માટે કંસ્ટ્રક્શનના ધારાધોરણ પ્રમાણે ડાયા ફ્રામ વૉલ નિર્માંણ કરવી પડે છે. ત્યારે જાણીએ ડાયા ફ્રામ વૉલ કેટલી સસ્તી પડી શકે છે.
સામાન્ય રીતે કંસ્ટ્રક્શન પ્રોજેક્ટમાં બેઝમેન્ટમાં ડાયા ફ્રામ વૉલ નિર્માંણ કરવાનો ખર્ચે દર ચોરસ મીટરે 7800થી 10,300 આવે છે. જોકે, ડાયા ફ્રામ વૉલની જાડાઈ, ઊંડાઈ, બેઝમેન્ટ અને પાયાની ઊંડાઈ જેવી વિગતો ડાયા ફ્રામ વૉલના નિર્માંણ ખર્ચમાં મહત્વની ભુમિકા ભજવે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
10 Comments