GovernmentInfrastructureNEWS

ગુજરાતમાં 41 રેલ્વે પ્રોજેક્ટ માટે 36,437 કરોડ, રેલ્વેલાઈનનું નિર્માંણકાર્ય પ્રગતિ હેઠળ

કેન્દ્ર સરકારે ગુજરાતમાં આગામી સમયમાં 41 રેલ્વે પ્રોજેક્ટના નિર્માંણકાર્ય માટે મંજૂરી આપવામાં આવી છે. જેમાં 4 રેલ્વે લાઈન તદ્દન નવી નિર્માંણ કરવામાં આવશે, 25 રેલ્વેના ગેજ બદલવવામાં આવશે અને 12 રેલ્વેલાઈન ડબલ કરવામાં આવશે. આ કુલ મળીને, ગુજરાતમાં 4350 કિલોમીટરની લંબાઈ ધરાવતી રેલ્વે લાઈન 36,437 કરોડ રુપિયાના ખર્ચે નિર્માંણ કરવામાં આવશે. આ તમામ રેલ્વેનું નિર્માંણકાર્ય અલગ અલગ તબક્કામાં કરવામાં આવશે. કુલ 4350માંથી, 890 કિલોમીટરની લંબાઈ ધરાવતી રેલ્વેલાઈનનું કામ કરવા 10,290 કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા છે. જેનું કામ માર્ચ -2020 સુધી કરવામાં આવ્યું છે.

આ માહિતી કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુશ ગોયેલે રાજ્યસભામાં ગુજરાતના વતની અને આંધ્રપ્રદેશના રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના સવાલના જવાબમાં આપી હતી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દેશ ગુજરાત

Show More

Related Articles

Back to top button
Close