GovernmentInfrastructureNEWSVIDEO
NHAI આગામી 5 વર્ષમાં હાઈવેની બંને બાજુ પર 600 સ્થળો પર વર્લ્ડ ક્લાસ એમિનિટિઝ આપશે.
દેશમાં હાઈવે અને અન્ય માળખાકીય પ્રોજેક્ટો માટે કેન્દ્ર સરકાર સક્રિય છે. જે અંતર્ગત નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા આવનારા પાંચ વર્ષમાં દેશમાં નિર્માંણ પામી રહેલા હાઈવે અને એક્સપ્રેસ વેની બંને બાજુ પર 600 થી પણ વધારે લોકેશન પર વર્લ્ડ ક્લાસ એમિનિટિઝ આપશે. જેમાં હાઈવેની બંને બાજુ પર વાહનચાલકો, ટ્રક ચાલકો, રાહદારીઓ અને પ્રવાસીઓ માટે હોટેલ, રેસ્ટોરેન્ટ, પાર્કિંગ, એસટી બસ માટેનાં પાર્કિંગ, વિશ્રામ ગૃહો, શોપિંગ મોલ, વાહનોનાં સ્પેરપાર્ટસ્ ધરાવતી દુકાનો, હોસ્પિટલ, પીવાનું શુદ્ધ પાણી, શૌચાલય જેવી તમામ સુવિદ્યાઓ નિર્માંણ કરશે. આ પ્રકારની સુવિદ્યાઓથી મોટીસંખ્યામાં લોકોને રોજગારી મળશે. તો સામે વાહનચાલકો અને પ્રવાસીઓને સુવિદ્યા મળશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય ભારત સરકાર
6 Comments