GovernmentInfrastructureNEWS

વિકાસ:ધોલેરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે 987 કરોડનું ટેન્ડર બહાર પડાયું, આગામી પાંચ વર્ષમાં એરપોર્ટ બની જશે

  • ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ બની રહેશે

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયાએ ગુરુવારે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટની કામગીરી માટે 987 કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું છે. વિશ્વભરની કન્સ્ટ્રક્શન એજન્સીઓ આ એરપોર્ટ નિર્માણના કાર્ય માટે બીડ કરી શકશે. આ એરપોર્ટના મુખ્ય બિલ્ડિંગ ઉપરાંત અન્ય સુવિધાઓ તેમજ સાડા ત્રણ કિલોમીટર લાંબો રન-વે બનાવવા માટેનું કામ આ ટેન્ડરમાં શામેલ છે.

આ એરપોર્ટ સાથે કેટેગરી-9નું ફાયર સ્ટેશન, 4ઇ પ્રકારના એરક્રાફ્ટનું લેન્ડિંગ તથા ઉડ્ડયન થઇ શકે તેવી ક્ષમતાની સુવિધા તથા કાર્ગો તેમજ પેસેન્જરના ટ્રાન્સપોર્ટની તમામ સગવડો ધરાવતું હશે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજિયન તથા સિટીને સંલગ્ન આ એરપોર્ટ વિશ્વકક્ષાના એરપોર્ટની તુલના કરી શકે તેવું હશે.

ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસે જણાવ્યું કે, આ એરપોર્ટને કારણે ધોલેરા તથા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજિયન માટેની ઘણી જરૂરિયાતો પૂરી પાડનારું હશે. આ એરપોર્ટને કારણે અમદાવાદના એરપોર્ટ પરનું ભારણ ઘટશે તથા એરપોર્ટ આધારિત અર્થતંત્રને તેના કારણે વેગ મળશે. ગુજરાતમાં આવનારા સમયમાં એરોસ્પેસ ઇકોસિસ્ટમને આ એરપોર્ટથી વેગ મળશે. ધોલેરા એસઆઇઆરના એમડી હારિત શુક્લાએ જણાવ્યું કે આ ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ બની રહેશે .

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close