GovernmentInfrastructureNEWS
કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ કોંક્રિટ રોડ નિર્માણમાં વિશ્વ વિક્રમ સ્થાપનાર અરવિંદ પટેલને અભિનંદન પાઠવ્યા.

તાજેતરમાં કોંક્રિટ રોડ નિર્માંણમાં વિશ્વ રેકોર્ડ કિર્તીમાન કરનાર ગુજરાતની નામાંકિત પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અરવિંદભાઈ પટેલ અને તેમની ટીમે આજે રાજધાની નવી દિલ્હી ખાતે આવેલા નિર્માંણ ભવનમાં રોડ-ટ્રાન્સ્પોર્ટેશન અને હાઈવે મંત્રાલયના કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

તે દરમિયાન પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના એમ.ડી. અરવિંદભાઈ પટેલે સૌથી ઝડપી કોંક્રિટ રોડ નિર્માંણ કરવામાં વિશ્વ રેકોર્ડ કિર્તીમાન પ્રતિક રુપી મોમેન્ટો અર્પણ કરીને સ્વાગત કર્યુ હતું તો સામે કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ અરવિંદભાઈ પટેલ અને તેમની ટીમને વિશ્વ રેકોર્ડ કિર્તીમાનના ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. ખરેખર આ વિશ્વ રેકોર્ડ દેશ સહિત દુનિયાના તમામ ઈન્ફ્રસ્ટ્રક્ચર કંપનીઓ માટે પ્રેરણા સ્ત્રોત છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા
14 Comments