20મી સદીમાં બનેલા અલગ અલગ બિલ્ડીંગનું આ ‘ક્લિક વોક’ નામનું ફોટોગ્રાફી પ્રદર્શન છે જેમાં વેનિસિયન સહિત આર્કિટેક્ચરની વિવિધ શૈલીઓ જોવા મળે છે. ગુફા ગેલેરીમાં અમદાવાદના સન ગ્રુપના ડેવલપર એવાં એન.કે.પટેલનું ફોટોગ્રાફી એક્ઝિબિશન ‘ક્લિક વોક’ શરૂ થયું છે. આ ફોટો એક્ઝિબિશનમાં તેમણે 2015માં સનફ્રાન્સિકોની મુલાકાત લીધી ત્યારે ક્લિક કરેલી તસવીરો પૈકી 50 તસવીરોને સમાવી લેવાઈ છે.
સેપ્ટ કે બીજી કોઈ ઈન્સ્ટિટ્યૂટમાં ભણતાં આર્કિટેક્ચર સ્ટુડન્ટસ માટે અભ્યાસ કરવા માટે આ એક મહત્વનો તસવીરી દસ્તાવેજ છે. 14 ફેબ્રુઆરી સુધી 4થી 8 દરમ્યાન આ શો જોઈ શકાય છે. આ શોમાં વિદેશનાં ઉત્કૃષ્ટ આર્કિટેક્ચર અને બાંધકામનો પરિચય પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત તેની ડિઝાઈનમાં રચનાત્મક અને કળાત્મક અભિગમો પણ જોવા મળે છે. જેને કારણે તે નયનરમ્ય બને છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર
9 Comments