સરકારી મિલકતો સાચવવા નાગરિક ધર્મનું પાલન કરો, AMC પણ કડક પગલાં લે તે જરુરી

આપ જોઈ રહ્યા છો, તે નીલગીરી સર્કલ,સોલા નજીક રેડી મિક્સ ક્રોંક્રિટ ઢોળાયેલું છે. નીલગીરી સર્કલ થી એસ.પી. રીંગ રોડને જોડતો આ નવો રોડ છે જેના આરએમસી ભરેલી ટ્રક પ્રસાર થઈ છે, જે આરએસસી વેરતો વેરતો ટ્રક ચાલક ગયો છે.

આ સ્થિતિ ખરેખર સ્થાનિકો, વાહનચાલકો માટે ખૂબ જ હાનિકારક સાબિત થાય કારણ કે, ટૂ વ્હીલરને અકસ્માત સર્જી શકે છે. સાથે સાથે પ્રજાના રુપિયાથી કોર્પોરેશન દ્વારા નિર્માણ કરવામાં આવેલા આવા રોડ ખરાબ થાય તે યોગ્ય પણ નથી, જેથી, પહેલાં તો, દરેક નાગરિકે પોતાનો નાગરિક ધર્મ નિભાવો પડે.

ત્યારબાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ ચોક્કસ પગલાં લેવાં જરુરી છે. જોકે, કોર્પોરેશન દ્વારા આ અંગેના નિયમો તો ઘડ્યા છે પરંતુ, અમલ થતા નથી. જેથી, તેનો અમલ કરાવવો જરુરી છે. સાથે સાથે પ્રજાએ પણ જાગૃત બનાવવું જરુરી છે આવું ક્યારે જોતાં હોય તો તરત ઘ્યાન દોરવું જરુરી છે. આ પ્રજા કલ્યાણનું કામ છે. આવા પરિબળોને કારણે, ઘણીવાર લોકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે.

નોંધનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં રોડ રસ્તાઓ અને ગટરો નિર્માણ કરવામાં આવે છે, પરંતુ, અમદાવાદના અનેક વિસ્તારો જેમ કે, સાયન્સ સિટી, ગોતા, ચાંદલોડિયા, એસ.પી. હાઈવે, ન્યૂ સાયન્સ સિટી રોડ, સોલા-ભાડજ સાયન્સ સિટી મેઈન રોડ, શીલજ રોડ, સાયન્સ સિટી શિલજ રોડ જેવા અનેક રોડ પર રેતી, કપચી, આરએમસી, ટીએમટી બાર ભરેલી ટ્રકો પ્રસાર થતી હોય છે. તે દરમિયાન, તેઓ દ્વારા આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.