GovernmentInfrastructureNEWS

આસામ,પશ્વિમ બંગાળ,તમિલનાડુ અને કેરળમાં હાઈવે રોડ માટે કરોડો રુપિયાની ફાળવણી

કેન્દ્ર સરકાર કેન્દ્રીય બજેટ-2021-22માં દેશભરમાં માળખાકીય અને હાઈવે નિર્માંણ કરવા માટે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમણે મોટી મોટી જાહેરાત કરી છે. જે નીચે મુજબ છે.

ભારતમાલા પ્રોજેક્ટ માટે કુલ 3.3 લાખ કરોડ રુપિયાની ફાળવણી કરી છે. જેનું કામ હાલ પુરજોસમાં ચાલી રહ્યું છે. રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઈકોનોમી કોરીડોર નિર્માંણ કરવામાં આવશે. 3500 કિલોમીટર નેશનલ હાઈવે પ્રોજેક્ટ તમિલનાડુ રાજ્યમાં નિર્માંણ પામશે. જે માટે કેન્દ્રીય બજેટમાં 1.03 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેના નિર્માંણકાર્યની શરુઆત આવનારા વર્ષ કરવામાં આવશે.
કેરલમાં 1100 કિલોમીટર હાઈવે પ્રોજેક્ટ નિર્માંણ થશે. જે અંતર્ગત મુંબઈ- કન્યા કુમારી કોરીડોર નિર્માંણ કરવામાં આવશે. જે માટે 65000 કરોડ રુપિયાની ફાળવણી ફાળવણી કરવામાં આવી છે.

પશ્વિમ બંગાળમાં હાઈવે પ્રોજેક્ટ અને કોલકત્તા-સિલીગુડી રોડના અપગ્રેડશન માટે 25,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તો, પર્વતીય રાજ્ય આસામ નેશનલ હાઈવે નિર્માંણ કરવા માટે 34,000 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close