GovernmentInfrastructureNEWS
ગુજરાત સરકારે એસ.જી હાઈવેને મોડેલ રોડ બનાવવા માટે 867 કરોડ રુપિયા ફાળવ્યા
ગુજરાત સરકારે એસ.જી હાઈવેને મોડેલ રોડ બનાવવા માટે 867 કરોડ રુપિયાની ફાળવણી કરી છે. તે અંતર્ગત, એસ.જી હાઈવે પર કુલ સાત ફ્લાય ઓવર નિર્માંણ પામવા જઈ રહ્યાં છે, જેમા સિંધુભવન ક્રોસ ફ્લાયઓવર બ્રિજ, સરખેજ જંક્શન ફ્લાયઓવર બ્રિજ અને ઉવારસદ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરીને પ્રજા માટે ખુલ્લા મુક્યા છે. બાકીના ગોતા સર્કલ ફ્લાયઓવર બ્રિજ, વૈષ્ણોદેવી સર્કલ ફ્લાયઓવર બ્રિજ, અને ઈન્ફોસિટી ફ્લાયઓવર બ્રિજ, નિર્માંણ પુર જોસમાં ચાલી રહ્યું છે. જે આવનાર દિવસોમા પ્રજા માટે ખુલ્લા મુકવામાં આવશે.
નોંધનીય છે કે, સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ હજુ વિશાલા સર્કલ પર ફ્લાયઓવર બ્રિજ બનવાની શરુઆત ક્યારે થશે ? તેમજ પ્રહલાદનગર ક્રોસ રોડ પર ફ્લાયઓવર બનશે કે અંડરપાસ બનશે તે અમદાવાદ વાસીઓને જાણવાની આતુરતા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
6 Comments