NEWS
તાજેતરમાં લોકાર્પણ કરાયેલા શીલજ રેલવે ઓવરબ્રિજની લાઈટ 9 દિવસમાં જ બંધ, 21 જાન્યુઆરીએ થયું હતું લોકાર્પણ, સત્વરે લાઈટ ચાલુ કરે તેવી માંગ.
અમદાવાદના થલતેજથી શીલજ તરફ રેલવે ઓવરબ્રિજનું પણ ઉદઘાટન થયું હતું, પરંતુ ઉદઘાટનના બે દિવસ રોશનીથી ઘેરાયેલા ઓવરબ્રિજને હજી 9 દિવસ પૂરા નથી થયા ત્યાં લાઈટો બંધ થઈ ગઈ છે.
અમદાવાદ થલતેજથી શીલજ તરફ જતા ઓવરબ્રિજને તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ઓનલાઈન લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણને આજે 9 દિવસ પૂરા થયા છે. ત્યારે લોકાર્પણના સમયે સમગ્ર ઓવરબ્રિજને રોશનીથી ઝગમગાટ કરવામાં આવ્યો હતો. લોકો બ્રિજની રોશની અને ઝગમગાટ જોવા આવતા હતા. લોકાર્પણ થયાના 9 દિવસમાં લગાવેલી રોશની તો નથી, પરંતુ બ્રિજ પર લાગેલી પોલ લાઈટ પણ સંપૂર્ણ બંધ થઈ ગઈ છે, જેને કારણે બ્રિજ અંધકારમાં છવાઈ ગયો છે અને રાતે મોડા પસાર થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેની આ બ્રીજની લાઈટ જલદી ચાલુ કરવામાં આવે તેવી માંગ પ્રજાજનોની છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર
12 Comments