GovernmentInfrastructureNEWS

રાજકોટમાં રૂપાણી:CMના હસ્તે 489 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, આમ્રપાલીબ્રિજ જનતા માટે ખુલ્લો મૂક્યો, કાલાવડ રોડ પર બની રહેલા ફ્લાઇ ઓવર બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું

• કરોડોનાં વિકાસકાર્યોનું CMના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું

આજે CM રૂપાણીના હસ્તે 489.50 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજકોટમાં CM રૂપાણીના હસ્તે આમ્રપાલી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આ અંડર બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ સાથે જ કાલાવાડ રોડ પર બની રહેલા ફ્લાઇ ઓવર બ્રિજ સહિત 4 બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું. મનપા દ્વારા નિર્માણ થયેલી જુદી જુદી આવાસ યોજનાઓમાં ખાલી રહેલાં 56.58 કરોડના 416 આવાસોનો CMના હસ્તે કમ્પ્યુટરાઈઝ ડ્રો કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી રૂપાણીએ બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું
આજે CM રૂપાણીના હસ્તે કાલાવડ રોડ પર કે.કે.વી. ચોક પર તથા જડૂસ ચોકમાં ફોર લેન (2+2) ફ્લાઇ ઓવર બ્રિજ રૂપિયા 158.05 કરોડના ખર્ચે બનાવવા માટેનું અને નાનામવા ચોક અને રામદેવપીર ચોકમાં ફોર લેન બ્રિજ (2+2) સ્પ્લિટ ફ્લાઇ ઓવર બ્રિજ રૂપિયા 82.34 કરોડના ખર્ચે બનાવવા માટેનું ખાતમુહૂર્ત કર્યું છે.

CM રૂપાણીના કાર્યક્રમો

  • 2:00 કલાકે રાજકોટ શહેર પોલીસ કાર્યક્રમ, પોલીસ હેડ ક્વાટર્સ
  • 3:00 કલાકે રાજકોટ જિલ્લા સેવા સદન કાર્યક્રમ – ધર્મેન્દ્ર કોલેજ
  • 4:00- 5:00 કલાકે રામ મંદિર નિધિ સમર્પણ કાર્યક્રમમાં હાજરી
  • 5:00-6:00 કલાકે ચેમ્બર ઓફ કોમર્સ કાર્યક્રમ – સયાજી હોટલ કાલાવડ રોડ
  • 6:00 કલાકે પેજ કમિટી કાર્યક્રમ, અમૃત સાગર પાર્ટી પ્લોટ, 150 ફિટ રિંગ રોડ
  • 7:00 કલાકે ગાંધીનગર જવા રવાના થશે

રાજકોટને મળશે આ 4 નવા બ્રિજ

1. કે.કે.વી. ચોકથી જડુસ રેસ્ટોરન્ટ પાસે- કાલાવડ રોડ પર ફ્લાઇ ઓવર
કાલાવડ રોડ ફ્લાઇ ઓવર બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ ઓવર બ્રિજ કેકેવી ચોકથી જડુસ રેસ્ટોરન્ટ પાસે બનશે. જેના માટે 129.53 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યાં છે. બ્રીજની લંબાઈ 1152.67 મીટર તથા પહોળાઈ 15.50 મીટર (ફોર લેન)સ બ્રીજનો સ્‍લોપ 1:30, બ્રીજની બંને તરફે 6.00 મીટર સર્વિસ રોડ ફુટપાથ સાથે બ્રીજ નીચે પાર્કિંગ, કાલાવડ રોડ ડોમીનોઝ પીઝાથી શરૂ થઈ ડબલ લેવલનો બ્રીજ હયાત કે.કે.વી. બ્રીજ ઉપરથી અંદાજીત 15 મીટર ઊંચાઈએ પસાર થઇ આત્‍મીય કોલેજ સામે સ્‍વિમીંગ પુલ પાસે પૂર્ણ થશે. બ્રીજના નિર્માણ માટે 24 મહિનાની સમય મર્યાદા આપવામાં આવી છે. આ બ્રિજનું નિર્માણ થતા પ્રતિ દિન આવન જાવન માટે અંદાજીત 30914 વાહન ચાલકોની (પેસેન્જર કાર યુનિટ)ને ફાયદો થશે. તથા પરિવહન સમય, ઇંધણ ખર્ચમાં ઘટાડો થશે તેમજ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.

2. જડુસ રેસ્‍ટોરન્‍ટ પાસે-કાલાવડ રોડ પર ફલાય ઓવર બ્રિજ બનાવવાનું કામ
જડુસ રેસ્ટોરન્ટ પાસે બનનારા બ્રીજ માટે 28.52 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યાં છે. બ્રીજની લંબાઇ 370.39 મીટર તથા પહોળાઇ 15.50 મીટર (ફોર લેન), બ્રીજનો સ્‍લોપ 1:30, બ્રીજની બંને તરફે 6.00 મીટર સર્વિસ રોડ ફુટપાથ સાથે બ્રીજ નીચે પાર્કિંગ થશે. બ્રીજની શરૂઆત કાલાવડ રોડ પર એ.જી.ચોકથી થઇ જડુશ ચોકથી આગળ મોટા મવા સ્મશાન બ્રિજ પહેલા પૂર્ણ થશે. બ્રીજના નિર્માણ માટે 24 મહિનાની સમય મર્યાદા અપાઈ છે.

3. નાનામવા ચોક પર સ્પ્લિટ ફલાઇ ઓવર બ્રિજ

150 ફુટ રીંગ રોડ નાનામવા ચોક ખાતે બી.આર.ટી.એસ. કોરીડોર પર સ્પ્લિટ ફ્લાઇ ઓવર બ્રિજ બનશે. જે માટે 41.12 કરોડ મંજૂર કરવામાં આવ્યાં છે. બ્રીજની લંબાઇ 630.00 તથા પહોળાઇ 2*8.40 મીટર (બે લેન), બ્રિજનો સ્‍લોપ 1:30, બ્રિજની બંને તરફે 6.૦૦ મીટર સર્વિસ રોડ ફુટપાથ સાથે બ્રીજ નીચે પાર્કિંગ, બ્રિજની શરૂઆત ટવીન સ્‍ટાર બિલ્‍ડીંગથી શરૂઆત થઇ રીલાયન્‍સ મોલ પાસે પૂર્ણ થશે. બ્રીજનું નિર્માણ માટે 18માસની સમય મર્યાદા અપાઈ છે. આ બ્રિજનું નિર્માણ થતા પ્રતિ દિન આવન જાવન માટે અંદાજીત 61,376 વાહન ચાલકોની (પેસેન્જર કાર યુનિટ)ને ફાયદો થશે તથા પરિવહન સમય, ઇંધણ ખર્ચમાં ઘટાડો થશે તેમજ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.

4. રામદેવપીર ચોક પર સ્પ્લિટ ફલાય ઓવર બ્રિજ
150 ફુટ રીંગ રોડ પર રામદેવપીર ચોક ખાતે બી.આર.ટી.એસ. કોરીડોર પર સ્પ્લીટ ફ્લાય ઓવર બ્રિજ બનશે. જે માટે 40.22 કરોડ મંજૂર કરવામાં આવ્યાં છે. બ્રીજની લંબાઇ 630 મીટર તથા પહોળાઇ 2 X 8.40 મીટર (બે લેન), બ્રીજનો સ્‍લોપ 1:30, બ્રીજની બંને તરફે 6.૦૦ મીટર સર્વિસ રોડ ફુટપાથ સાથે બ્રીજ નીચે પાર્કિંગ, બ્રીજની શરૂઆત ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનથી શરૂઆત થઇ રામદેવપીર ચોકમાં હાઇટ ગ્રાઉન્‍ડથી 5.50 મીટર થઇ વિઝન ટવેન્‍ટી-ટવેન્‍ટી બિલ્‍ડીંગ પાસે પૂર્ણ થશે. બ્રીજનું નિર્માણ માટે 18 માસની સમય મર્યાદા છે. આ બ્રિજનું નિર્માણ થતા પ્રતિ દિન આવન જાવન માટે અંદાજીત 61,396 વાહન ચાલકોની (પેસેન્જર કાર યુનિટ)ને ફાયદો થશે તથા પરિવહન સમય, ઇંધણ ખર્ચમાં ઘટાડો થશે તેમજ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close