કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટેશન મંત્રી નિતીન ગડકરીએ રોડ સેફ્ટી મહિનાનું કર્યું ઉદ્ધઘાટન, કહ્યું ભારતમાં માનવ જીવ બચાવો
Need saft life say Nitin Gadkari Union Minister
ભારત સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટેશનના જણાવ્યાનુસાર, દેશમાં માર્ગ અકસ્માતમાં દરરોજના 415 લોકોનાં મોત થાય છે. એટલે વર્ષે દોઢ લાખ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યું પામે છે. જે ખરેખર ખુબ જ દુખ બાબત છે. માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવા અને તેને સંપૂર્ણપણે રોકવા ભારત સરકારે રાજધાની નવી દિલ્હી ખાતે રોડ સેફ્ટી મહિનાનું આયોજન કર્યું છે. જેનું ઉદ્દઘાટન કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટેશન મંત્રી નિતીન ગડકરીએ કર્યું હતું. તે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતને રોકવા સરકાર કટિબદ્ધ છે. તે માટે સારા રોડનું નિર્માંણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.
વધુમાં તેમણે રોડ સેફ્ટી અંગેની જાગૃતિ લાવવા સરકાર, એનજીઓ અને અન્ય સંસ્થાઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે, ગયા વર્ષે સ્વીડનમાં યોજાયેલા રોડ સેફ્ટી અંગેના સેમિનારમાં ભાગ લીધો હતો. તે દરમિયાન ભારતે કલ્પના કરી હતી કે, 2030 સુધી ઝીરો માર્ગ અકસ્માત જાનહાનિ થાય. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દેશવાસીઓની મદદથી, 2025 સુધીમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો થવો જોઈએ.
દેશના તમામ નાગરિકે રોડ સેફ્ટીના નિયમોને પાલન કરવા જોઈએ અને પોતાનો અને અન્યનો જીવ બચાવો. બસ આ જ વિચાર માર્ગ અકસ્માતમાં ઘટાડો કરી શકશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
19 Comments