GovernmentInfrastructureNEWS

આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી, થલતેજ-શીલજ-રાંચરડા રોડ પર નિર્મિત ચાર માર્ગીય રેલ્વે ઓવર બ્રીજનું લોકાર્પણ કરશે

આવતીકાલે સવારે 11 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, થલતેજ-શીલજ-રાંચરડા રસ્તા પર નવનિર્મિત ચાર માર્ગીય રેલ્વે ઓવર બ્રીજનું લોકાર્પણ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કરશે. જે દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.

છેલ્લા ઘણા સમયથી આ રસ્તા પર રેલ્વે ફાટકને કારણે, ટ્રાફિક જામ થતો હતો. અને લોકો પરેશાન થતા હતા. પરંતુ, હવે આ રેલ્વે ઓવર બ્રીજનું લોકાર્પણ થવાને કારણે, અહીં ટ્રાફિક સુચારુ ચાલશે અને લોકોનો સમય બચશે.

ઉલ્લેખનીય છેકે, નવનિર્મિત રેલ્વે ઓવર બ્રીજ પર 66 મીટરની લંબાઈ ધરાવતો ઓપન વેબ ગડર સુપર સ્ટ્રક્ચર ROB બ્રીજ પણ નિર્માંણ પામ્યો છે. આ ROB ઓપન વેબ ગડર બ્રીજની લંબાઈ કુલ 217 ફૂટ છે જ્યારે પહોળાઈ 36 ફૂટ છે જ્યારે ઊંચાઈ 33 ફૂટ છે. આ બ્રીજમાં વપરાયેલા બે ગાળાનું કુલ વજન 920 મેટ્રિક ટન છે. અમદાવાદની જાણીતી કંસ્ટ્રક્શન કંપની અવધૂત પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડે આ બ્રીજનું નિર્માંણ કર્યું છે. અવધૂત પ્રોજેક્ટના ડાયરેક્ટરના જણાવ્યાનુસાર, આ પ્રકારના બ્રીજનું નિર્માંણ કરવું એ ખરેખર પડકારજનક હોય છે, પરંતુ અમે સફળતાપૂર્વક તેનું નિર્માંણકાર્ય કરીને, ગુજરાત સરકારને સુપ્રત કર્યું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close